પંડ્યા બાદ વધુ બે ખેલાડી એશિયા કપમાંથી થયા બહાર, જાણો ક્યા ગુજરાતીનો કરાયો સમાવેશ?
શાર્દુલ ઠાકુર એશિયા કપની પ્રથમ મેચમાં હોંગકોંગ સામે રમ્યો હતો. જેમાં તેણે 41 રન આપ્યા હતા પરંતુ એક પણ વિકેટ લઇ શક્યો નહોતો. અક્ષર પટેલને આ ટુનામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. રવિન્દ્ર જાડેજા ઘણા સમયથી ટેસ્ટમાં જ રમી રહ્યો છે. જાડેજાએ અંતિમ વન-ડે મેચ વર્ષ 2017માં વેસ્ટ ઇન્ડિઝ સામે રમી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ અનુસાર, શાર્દુલ ઠાકુરને જાંધમાં ઇજા પહોંચી હતી. જ્યારે અક્ષર પટેલ અંગૂઠાની ઇજાને કારણે પરેશાન છે. ટીમ ઇન્ડિયા માટે આ ખબર નિરાશ કરનારી છે કારણ કે હાર્દિક પંડ્યા કમરની ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર થઇ ગયો છે.
નવી દિલ્હીઃ . ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર થયા બાદ ટીમ ઇન્ડિયાને વધુ એક ફટકો પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને સ્પિનર અક્ષર પટેલ પણ ઇજાને કારણે એશિયા કપ 2018માંથી બહાર થઇ ગયા છે. શાર્દુલ ઠાકુરના સ્થાને સિદ્ધાર્થ કૌલ અને અક્ષર પટેલના સ્થાને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -