480 દિવસ બાદ વન ડે ટીમમાં વાપસી કરતાં જ જાડેજાએ બનાવી દીધો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત
2019ના ક્રિકેટ વિશ્વકપમાં સ્થાન નિશ્ચિત કરવા અંગે કહ્યું, વર્લ્ડકપ હજુ દુર છે. અમારે આ પહેલા અનેક મેચ રમવાની છે.તેના પર હું કંઈ ન કહી શકું. મને જ્યારે પણ મોકો મળે ત્યારે આજ જેવું જ પ્રદર્શન કરું તેવી મારી કોશિશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાડેજાએ કહ્યું કે, હું હંમેશા આ વાપસીને યાદ રાખીશ. કારણકે આશરે 480 દિવસ બાદ મને ટીમ ઈન્ડિયા વતા રમવાનો મોકો મળ્યો. વનડે જ નહીં ટેસ્ટમાં પણ મને સતત મોકો નથી મળ્યો. તેથી મારી કોશિશ એવી હોય છે કે જ્યારે પણ તક મળે ત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરું. હું મારા ખેલ પર ફોક્સ કરી રહ્યો છું અને તેમાં સુધારો કેવી રીતે કરી શકાય તે વિચારતો હોઉ છું.
જાડેજાએ તેનો જ જૂનો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન બનાવ્યો હતો. 2014માં જાડેજાએ અફઘાનિસ્તાન સામે 30 રનમાં 4 વિકેટ લીધી હતી. જાડેજાએ બાંગ્લાદેશ સામે કરેલા પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જાડેજા વન ડેમાં ભારત માટે કુલ 159 વિકેટ ઝડપી ચુક્યો છે.
રવિન્દ્ર જાડેજાએ આશરે એક વર્ષ બાદ ભારતીય વનડે ટીમમાં પુનરાગમન કરીને 4 વિકેટ ઝડપી હતી. જાડેજાએ આ પ્રદર્શનની સાથે એક રેકોર્ડ પણ તેના નામે કરી લીધો હતો. જાડેજાએ માત્ર 29 રન આપીને 4 વિકેટ ઝડપી એશિયા કપના ઈતિહાસમાં બેસ્ટ બોલિંગ આંકડો ધરાવતો ડાબોડી સ્પિનર બની ગયો છે.
દુબઈઃ એશિયા કપમાં સુપર-4 રાઉન્ડમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટથી હાર આપીને વિજયી શરૂઆત કરી છે. આ જીતમાં કેપ્ટન રોહિત શર્મા અને ગુજરાતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -