Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે ગેમ્સનો 9મો દિવસ છે. આ દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો છે. ભારતીય મહિલા એથ્લેટ એનસી સોજને લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો છે. એનસી સોજને 6.63 મીટરનું અંતર કૂદીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.


ભારતને 4 x 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. મિશ્ર ટીમના ખેલાડીઓ મોહમ્મદ અજમલ, વિદ્યા રામરાજ, રાજેશ રમેશ અને શુભા વેંકટેશનને ત્રીજું સ્થાન મળ્યું હતું. 4x400 મીટર રેસમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. પરંતુ રેફરીએ શ્રીલંકાને ગેરલાયક ઠેરવ્યું હતું. જે બાદ ભારતનું બ્રોન્ઝ સિલ્વરમાં અપગ્રેડ થયું હતું.






ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને


અત્યાર સુધી એશિયન ગેમ્સમાં ભારતે 60 મેડલ જીત્યા છે. 13 ગોલ્ડ મેડલ ઉપરાંત ભારતે 24 સિલ્વર મેડલ અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ સાથે જ મેડલ ટેલીમાં ચીન ટોચ પર છે. જ્યારે મેડલ ટેલીમાં ભારત ચોથા સ્થાને છે.