Asian Games 2023: ભારતે કમ્પાઉન્ડ મેન્સ ટીમ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને જાવકર પ્રથમેશ સમાધાનની ટીમે દક્ષિણ કોરિયાને 235-230ના માર્જિનથી હરાવ્યું હતું. ભારતનો અત્યાર સુધીનો આ ત્રીજો ગોલ્ડ છે.







એશિયન ગેમ્સ 2023માં ભારતે 21મો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તીરંદાજીમાં પુરુષોની કમ્પાઉન્ડ ટીમે દક્ષિણ કોરિયાને હરાવીને મેડલ જીત્યો હતો.  ભારતે 235-230થી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયા માટે અભિષેક, ઓજસ અને પ્રથમેશે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ આજે ​​ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતે મિક્સ્ડ ડબલ્સ સ્ક્વોશમાં ગોલ્ડ જીત્યો હતો. તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો. આ પછી તેણે મેન્સ કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો.                                    


ભારતે તીરંદાજીની મહિલા કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  જ્યોતિ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરે મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ત્રિપુટીએ ફાઇનલમાં ચીની તાઇપેની ટીમને 230-219થી હરાવ્યું હતું. આ પહેલા જ્યોતિ, અદિતિ અને પ્રનીતે સેમિફાઈનલમાં ઈન્ડોનેશિયાની ટીમને હરાવી હતી. તેઓ સેમિફાઇનલમાં 233-219ના માર્જિનથી જીત્યા હતા. તે જ સમયે, ક્વાર્ટર ફાઇનલમાં આ ટીમે હોંગકોંગને 231-220 થી હરાવ્યું હતું.                               


ભારતની કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ચીની તાઈપેઈને 50-27થી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજની મેચ જીતી લીધી છે. તેની આગામી મેચ જાપાન સામે છે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી રમાશે. ભારતને પુરુષોની 4x400 મીટર રિલે રેસમાં ગોલ્ડ જીત્યોહતો. મુહમ્મદ અનસ, અમોજ, મુહમ્મદ અજમલ અને રાજેશે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.ભારતના ગોલ્ડન બોય નિરજ ચોપરાએ પણ ભાલા ફેંકમાં દેશમાં ગોલ્ડ અપાવ્યો હતો.