Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે 14મો દિવસ છે. આજના દિવસની શાનદાર શરૂઆત થઈ છે.તીરંદાજીમાં ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે. જ્યોતિએ શાનદાર પ્રદર્શન કર્યું અને દક્ષિણ કોરિયાની ખેલાડીને પરાજય આપ્યો. જ્યોતિએ કમ્પાઉન્ડ વ્યક્તિગત ઈવેન્ટ જીતી છે.






 તેના 13મા દિવસ સુધી ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના 100 મેડલ કન્ફર્મ થઈ ગયા છે. ભારતે 95 મેડલ જીત્યા છે. જેમાં 22 ગોલ્ડ, 34 સિલ્વર અને 39 બ્રોન્ઝ મેડલ સામેલ છે.






એશિયન ગેમ્સ 2023માં પુરૂષ ક્રિકેટની ફાઈનલ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ટીમ ઈન્ડિયાએ તેને 9 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. હવે શનિવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતતાની સાથે જ ગોલ્ડ મેડલ જીતી લેશે. ભારતીય ખેલાડીઓ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ માટે મેચ રમશે. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ મેન્સ ડબલ્સમાં ભાગ લેશે. ભારતની મહિલા કબડ્ડી ટીમ ગોલ્ડ મેડલ માટે મેચ રમશે. ભારત ચીની તાઈપેઈ સાથે સ્પર્ધા કરી રહ્યું છે. પુરૂષ ટીમ ઈરાન સામે સ્પર્ધાનો સામનો કરી રહી છે. આ મેચ પણ ગોલ્ડ માટે જ હશે. ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ માટે જાપાન સામે ટકરાશે. દીપક પુનિયા કુસ્તીમાં તાકાત બતાવશે. દીપકની સાથે યશ, વિકી અને સુમિત પર પણ નજર રહેશે.