એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ, વિનેશ ફોગાટે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલમાં જીત્યો ગોલ્ડ મેડલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Aug 2018 06:12 PM (IST)
1
ભારતીય નિશાનેબાજ દિપક કુમારે એશિયન ગેમ્સ-2018ના બીજા દિવસે ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યું છે. 10 મીટર એર રાઈફલ સ્પર્ધાની ફાઈનલમાં તેણે 247.7 અંક મેળવી બીજુ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ચીનના શૂટર યાંગ હાઓરાને 249.1 અંક સાથે ગોલ્ડ મેળવ્યો હતો.
2
વિનેશે પ્રથમ રાઉન્ડમાં આવતાની સાથે જ ચાર અંક મેળવી લીધા હતા અને જાપાની ખેલાડી પર દબાવ બનાવ્યો હતો.વિનેશે પ્રથમ રાઉન્ડમાં 4-0થી લીડ મેળવી લીધી હતી. બીજા રાઉન્ડમાં વિનેશે સમય પસાર કરતા શાનદાર ડિફેંસ સાથે પોતાની લીડ જાળવી રાખી હતી અને ગોલ્ડ જીત્યો હતો.
3
જર્કાતા: ભારતની મહિલા પહેલવાન વિનેશ ફોગાટે 18મી એશિયન ગેમ્સના બીજા દિવસે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ સ્પર્ધાની ફાઈનલમાં જાપાની યૂકી ઈરીને 6-2થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. વિનેશ એશિયાઈ ગેમ્સમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બની ગઈ છે.