જર્કાતા: ભારતના સ્ટાર ભાલા ફેંકમાં એથલેટીક નીરજ ચોપડાએ એશિયન ગેમ્સમાં ભારતે ગોલ્ડ અપાવ્યો છે. એશિયન ગેમ્સમાં 9માં દિવસે તેણે 88.06 મીટર દૂર ભાલો ફેંકીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન રમતોત્સવમાં આ પહેલા ભારતને ક્યારેય કોઈ ગોલ્ડ મેડલ મળ્યો નથી. છેલ્લે 1982માં દિલ્હી એશિયાઈ રમતમાં ભારતના ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડાએ ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે તેણે 86.47 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.

આ મુકાબલામાં નીરજે પૂરી તાકાત સાથે ભાલો ફેંક્યો હતો. પ્રથમ વખતમાં જ તેણે 83.46 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. બીજી વખત તેણે ફાઉલ કર્યો હતો. ત્રીજા પ્રયાસમાં તેણે 88.06 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ચોથા પ્રયાસમાં 83.25 મીટર, પાંચમાં પ્રયાસમાં 86.63 અને તેને છઠ્ઠો પ્રયાસ ફાઉલ રહ્યો હતો.

એથલેટિકમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. લોંગ જમ્પ ઈવેન્ટમાં નીના વરક્કલને સિલ્વર મેડલ મળ્યો છે. તેણે 6.51 જમ્પ લગાવી આ મેડલ પોતાના નામે કર્યો હતો.