ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ કાળી પટ્ટી બાંધીને ઉતરી મેદાનમાં, જાણો શું છે કારણ
સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ચોથી મેચના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ રમાકાંત આચરેકરચને શ્રદ્ધાંજલિ આપી હતી. આ માટે ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. આ અંગે બીસીસીઆઈએ ટ્વિટ કરીને પુષ્ટિ કરી હતી. બોર્ડે ટ્વિટ કર્યું કે, રમાકાંત આચરેકરના નિધન પર તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા ભારતીય ટીમના ખેલાડી આજે મેદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટમાં ભગવાન તરીકે પુજાતા લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે મુંબઈમાં નિધન થતાં ભારતીય ક્રિકેટમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. આચરેકર છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ આજે મદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે. તેઓ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સના બેટ્સમેન બિલ વોટ્સનના નિધન પર શોક વ્યક્ત આ રીતે મેદાનમાં ઉતર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ટેસ્ટ રમનારા વોટ્સનનું 29 ડિસેમ્બરે અવસાન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -