નવી દિલ્હીઃ બિગ બેશ લીગની 10મી સિઝનની પહેલી જ મેચમાં ફિલ્ડિંગનો એક જોરદાર નમૂનો જોવા મળ્યો. સિડની સિક્સર્સના ખેલાડી જોર્ડન સિલ્કે બાઉન્ડ્રી પર એવી ફિલ્ડિંગ કરી કે જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો. બિગ બેશ લીગની પહેલી મેચમાં સિડની સિક્સર્સની ટક્કર હોબર્ટ હેરીકેન્સ સામે થઇ હતી.


ડિપ મીડવિકેટ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતા જોર્ડન સિલ્કે પોતાની સમજદારીથી જમ્પ લગાવતા ટીમ માટે એકદમ મહત્વપૂર્ણ રન બચાવ્યા. જોર્ડન સિલ્ક છગ્ગો રોકવા માટે હવામાં જે રીતે જમ્પ લગાવ્યો તેને જોઇને લોકો તેને સુપરમેન સુધી કહેવા લાગ્યા હતા.

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ જોર્ડન સિલ્કના મુરીદ થઇ ગયો હતો. ગિલક્રિસ્ટે કહ્યું કે જોર્ડન સિલ્ક સુપરમેનની જેમ હવામાં ઉડ્યો અને તેને ટીમ માટે મહત્વના ચાર રન બચાવ્યા હતા.



માર્ક હૉવર્ડે પણ જોર્ડન સિલ્કના પ્રયાસોની પ્રસંશા કરી છે, હૉવર્ડે કહ્યું - જોર્ડન સિલ્કનો પ્રયાસ અદભૂત હતો, જો સિલ્કે બૉલ મેદાનની અંદર ના ફેંકવો પડ્યો હોત તો આ ક્રિકેટની દુનિયાનો અત્યાર સુધીનો અદભૂત કેચ ગણાતો.

(ફાઇલ તસવીર)

જોર્ડન સિલ્ક જોકે પહેલાથી જ પોતાની ફિલ્ડિંગના કારણે ચર્ચામાં આવી ચૂક્યો છે. દુનિયાના સૌથી દિગ્ગજ ક્રિકેટરોમાં એક રહી ચૂકેલા વિવ રિચર્ડ્સે પણ જોર્ડન સિલ્કની ફિલ્ડિંગની ભરપૂર વખાણ કર્યા છે.