સિડનીઃ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે વિશ્વના 7 મહાન બેટ્સમેનો પસંદ કર્યા છે. આ તમામ બેટ્સમેનો તેની સાથે રમી ચુક્યા છે અને તેમાં બે ભારતીય બેટ્સમેનો પણ સામેલ છે.


ક્લાર્કે 7 શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ભારતના સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પણ સ્થાન આપ્યું છે. આ ઉપરાંત તેણે અન્ય પાંચ બેટ્સમેનોમાં બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, કુમાર સંગાકારા, જેક કાલિસ અને એબી ડિવિલિયર્સને પસંદ કર્યા છે.


ક્લાર્કે સચિન અંગે કહ્યુ, તેને આઉટ કરવો ઘણો મુશ્કેલ હતો. તે ટેકનિકલી ઘણો મજબૂત બેટ્સમેન હતો. તેની બેટિંગમાં કોઈ ખામી નહોતી. કોહલીને લઈ કલાર્કે કહ્યું, ભારતીય કેપ્ટન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર બેટ્સમેન છે.


માઈકલ કલાર્કે ઓક્ટોબર 2004માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. તેમે 115 ટેસ્ટમાં 28 સદી અને 27 અડધી સાથે 8643 રન બનાવ્યા છેય ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 329રન છે. 245 વન ડેમાં 8 સદી અને 58 સદી સાથે 7981 રન બનાવ્યા છે. વન ડેમાં કલાર્કને શ્રેષ્ઠ સ્કોર 130 રન છે. જ્યારે 34 ટી20માં  103.2ના સ્ટ્રાઇક રેટથી 468 રન બનાવ્યા છે.