કંપની થઈ દેવાદાર, સચિન, ધોની, ગેઈલ સહિત અનેક ક્રિકેટરોનું ફસાયું પેમેન્ટ, જાણો વિગત
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાની એક અદાલતના ફેંસલાથી અનેક વર્તમાન તથા પૂર્વ ક્રિકેટરો સમક્ષ ગંભીર આર્થિક સંકટ ઊભું થઈ ગયું છે. સિડની સ્થિત જાણીતી સ્પોર્ટ્સ કંપની દ્વારા બાકી રકમ નહીં ચુકવવાના કારણે કોર્ટે તેને વેચવાનો ફેંસલો લીધો છે. કોર્ટના ફેંસલાથી કંપની સાથે કરાર કરનારા અનેક ક્રિકેટરોને મળનારી રકમ પર ખતરો ઉભો થયો છે.
ક્રિકેટના ભગવાના ગણાતા પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે સ્પોર્ટન સાથે મળીને થોડા વર્ષ પહેલા સ્પાર્ટન સ્પોર્ટ્સવીયર અને ક્રિકેટ ઇક્વિપમેન્ટ લોન્ચ કર્યા હતા. હવે કંપનીના લિક્વિડેટિડ કરવાના કોર્ટના આદેશ બાદ ખેલાડીઓને મળનારા પેમેન્ટ પર સંકટ ઉભું થઈ ગયું છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે આ કંપની સાથે બેટ સ્પોનરશિપની ડીલ કરી હતી, પરંતુ પેમેન્ટ ન મળતાં બેટ પરથી કંપનીનો લોગો ઉતારી દીધો હતો. જે બાદ કંપની દ્વારા ચુકવણી કરવામાં ન આવી હોવાનો ખુલાસો થયો હતો. આ રીતે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને પણ કંપનીએ બેટ સ્પોનરશિપના કારણે 2013થી 2016 વચ્ચે 4 હિસ્સામાં 20 કરોડ રૂપિયા ચુકવ્યા હતા પરંતુ તે બાદ કંપની ડિફોલ્ટ થવાના કારણે પેમેન્ટ થઈ શક્યું નહોતું.
ઓસ્ટ્રેલિયાની જાણીતી સ્પોર્ટ્સ કંપની ‘સ્પાર્ટ્ન’ સાથે 30થી વધારે ક્રિકેટરોએ કરાર કર્યો હતો. જેમાં ધોની, સચિન તેંડુલકર, ક્રિસ ગેઇલ જેવા દિગ્ગજ ક્રિકેટરોના નામે સામેલ છે. સિડની સ્થિત આ કંપનીમાં ભારતીય કારોબારી કૃણાલ શર્મા પણ ભાગીદાર છે. આ કંપનીએ ક્રિકેટ વિશ્વના અનેક દિગ્ગજો સાથે કરોડો રૂપિયાનો કરાર કર્યો છે.