મોહાલીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 મેચની વનડે સીરીઝના ચોથા મેચમાં ભારતની હાર બાદ સીરીઝ 2-2થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ ચોથો વનડે મેચ જીતીને માત્ર સીરીઝ જ બરાબર નથી કરી પણ અનેક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
મોહાલીમાં જીત સાથે જ કાંગારુએ પોતના વનડે ક્રિકેટ ઈતિહાસમાં ટાર્ગેટનો પીછો કરતાં સૌથી મોટી જીત મેળવી અને એટલું જ નહીં અને ભારતી બોલરોના છોતરા કાઢતા ટીમ ઇન્ડિયા વિરૂદ્ધ કોઈપણ ટીમ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ચેસ કર્યો છે. આ પહેલા કોઈપણ ટીમ ભારત વિરૂદ્ધ આટલો મોટો ટાર્ગેટ ચેસ કરી શકી ન હતી. કુલ મળીને વનડે ક્રિકેટમાં પાંચમી વખત આટલા મોટા સ્કોરને સફળતાપૂર્વક ચેસ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા માટે મેચના હીરો રહેલ પીટર હેન્ડસ્કોમ્બ અને પર્થ સ્કોચર્સ માટે બિગ બૈશ રમનાર એશટન ટર્નરને ભારતીય બોલરના છોતરા કાઢી નાંખ્યા અને પોતાની ટીમને 13 બોલ વધ્યા હતા ત્યારે જ જીત અપાવી હતી. ભારત માટે સારા સમાચાર એ છે કે ભારતના બન્ને ઓપનર ખેલાડી ફોર્મમાં આવી ગયા છે, જે વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે ખૂબ જરૂરી હતું. સીરીઝની અંતિમ મેચ દિલ્હીમાં રમાવાની છે અને મેચમાં પણ રનનો વરસાદ થવાની શક્યતા છે. હવે જોવાનું એ છે કે, ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ જીતવામાં સફળ થશે કે નહીં.