ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરને ડોક્ટરે કહ્યુંઃ ફરી બોલિંગ કરીશ તો મેદાન પર જ મરી જઈશ, ક્રિકેટરે શું લીધો ચોંકાવનારો નિર્ણય ?
જોન હેસ્ટિંગ્સે કહ્યું, હાલ હું સ્વસ્થ રહેવા માટેની ટ્રેનિંગ લઈ રહ્યો છું પરંતુ બોલિંગમાં આવું કંઈ શક્ય નથી. મારે વજન પણ ઉપાડવાનું નથી કે બોક્સિંગ પણ કરવાની નથી. બોલિંગ દરમિયાન લેન્ડિંગનું દબાણ હોય છે. લાંબા સમયથી મારું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું તેથી હું મારા સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં કરવા માંગતો નહોતો. ક્રિકેટ રમવાથી મારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે, આ કારણે હું મેદાન પર વાપસી કરવા નથી માંગતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેસ્ટિંગ્સ IPLમાં પણ રમી ચુક્યો છે. 2014-15ની સીઝનમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો હતો, જ્યારે 2016માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી ચુક્યો છે.
જોન હેસ્ટિંગ્સ ઓસ્ટ્રેલિયા માટે એક ટેસ્ટ, 29 વન ડે અને 9 T20 મેચ રમ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 1 વિકેટ, વન ડેમાં 42 વિકેટ તથા ટી20માં 7 વિકેટ હાંસલ કરી છે.
મેદાન પર ક્રિકેટ રમવાના કારણે મારા ફેફસામાં નાની રક્તકોશિકા ફાટી ગઈ હતી. તેના કારણે જ્યારે પણ હું બોલિંગ કરતો હતો ત્યારે મને લોહીની ઉલટી થતી હતી. જે ખરેખર એક ડરામણી ચીજ છે.
હેસ્ટિંગ્સે કહ્યું, હું એક લાંબી સ્વાસ્થ્ય પરીક્ષણ પ્રક્રિયામાંથી પસાર થઈ ચુક્યો છું. હાલ મારું સ્વાસ્થ્ય સારું છે પરંતુ છેલ્લા થોડા મહિનાથી હું તનાવ પરીક્ષણ, બ્રોંકોસ્કોપ અને એન્જિયોગ્રામ બ્રોંકોસ્કોપ તથા અનેક પ્રકારની બીમારીમાંથી પસાર થઈ ચુક્યો છું. આ તમામ વસ્તુઓ મારા માટે મુશ્કેલ રહી છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોન હેસ્ટિંગ્સે ક્રિકેટના તમામ ફોર્મેટ્સમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હેસ્ટિંગ્સની કરિયર ફેફસાની રહસ્યમય બીમારીના કારણે ખતમ થઈ ગઈ છે. 33 વર્ષનો ફાસ્ટ બોલર હેસ્ટિંગ્સ જ્યારે પણ બોલિંગ કરતો હતો ત્યારે તેના ફેફસામાંથી લોહી વહેવાનું શરૂ થઈ જતું હતું. હેસ્ટિંગ્સે પહેલા ટેસ્ટ અને વન ડેમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જ્યારે ટી-20માં રમવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ હવે આ બીમારીના કારણે તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -