નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ગુરુવારે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ રમાયેલ મેચમાં 5 વિકેટ લઈને ટીમને શાનાદર જીત અપાવી હતી. સ્ટાર્કની બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઇન્ડીઝ પાસેથી મેચ છીનવી લીદી હતી અને 15 રને જીત મેળવી હતી. તેની સાથે જ સ્ટાર્કેટ બોલિંગમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.




મિશેલ સ્ટારેક પૂર્વ પાકિસ્તાની બોલર સકલૈન મુસ્તાકનો સૌથી ઓછી વનડે મેચ રમીને 150 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો છે.



પૂર્વ પાકિસ્તાની બોલર સકલૈન મુસ્તાકે 150 વનડે વિકેટ 75 મેચમાં લીધી હતી. જ્યારે મિશેલ સ્ટાર્કે 77 વનડે મેચમાં જ આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.



સૌથી ઝડપી 150 વિકેટ લેવાના મામલે ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર બ્રેટ લી છે, તેણે 82 વનડેમાં 150 વિકેટ લીધી હતી. આ મામલે અજંતા મેંડિસ ચોથા નંબર પર છે. તેણે 84 મેચમાં 150 વનડે વિકેટ લીધી હતી.