શ્રીલંકન ટીમ પર બૉલ ટેમ્પરિંગનો શક, બૉલ બદલ્યા બાદ 2 કલાક સુધી મેદાન પર ના ઉતરી ટીમ
આ બાદ જોકે એમ્પાયરોની સાથે આગળ ચર્ચા થઇ અને શ્રીલંકન ટીમ પાછા ડ્રેસિંગ રૂમમાં પાછી ચાલી ગઇ હતી. ત્યારબાદ ફરીથી વાતચીત શરૂ થઇ. આ બધાની વચ્ચે વેસ્ટઇન્ડિઝની ટીમ મેનેજર રૉલ લુઇસ, કૉચ સ્ટૂઅર્ટ લૉ અને કેપ્ટન જેસન હોલ્ડર આખી પરિસ્થિતિથી પરેશાન જોવા મળી રહ્યાં હતા અને તેમને મેચ રેફરી પાસે સ્પષ્ટીકરણ પણ માગ્યું.
એટલું જ નહીં વેસ્ટઇન્ડિઝના સ્કૉરમાં પાંચ પેનલ્ટી રન પણ જોડી દેવામાં આવ્યા. વચ્ચે એકસમયે એવું લાગી રહ્યું હતું કે, સમસ્યાનું સમાધાન થઇ ગયું અને નિશ્ચિત સમયથી દોઢ કલાક બાદ ડેરેન સૈમી સ્ટેડિયમમાં રમત શરૂ થઇ જશે, કેમકે શ્રીલંકન ટીમ મેદાનમાં ઉતરી ગઇ હતી.
વાતચીત બાદ જોકે શ્રીલંકન બૉલર્સને બદલવા અને આગળની રમત માટે તૈયાર થઇ અને એવું માનવામાં આવી રહ્યું તે બૉલ સાથે છેડછાડના કોઇપણ આરોપનો વિરોધ કરશે.
મેચ રેફરી જગાવલ શ્રીનાથ, શ્રીલંકન કૉચ ચંડિકા હથુરાસિંઘે અને ટીમ મેનેજર આસાંકા ગુરુસિંઘાની સાથે વાતચીત થઇ, એક સમયે તો આખી મેચને લઇને આશંકા સેવાઇ ગઇ હતી.
ત્યારબાદ શ્રીલંકન કેપ્ટન દિનેશ ચાંડીમલની આગેવાનીમાં ટીમે મેદાન પર ઉતરાવાની ના પાડી દીધી, વેસ્ટ ઇન્ડિઝે શ્રીલંકાને 253 રનના જવાબમાં પોતાની પહેલી ઇનિંગ બે વિકેટે 118 રનથી આગળ વધારવાની હતી.
એમ્પાયર અલીમદાર અને ઇયાન ગાઉલ્ડ તે બૉલની સ્થિતિથી સંતુષ્ટ ન હતાં, જેનો ઉપયોગ બીજા દિવસની રમતના અંતે કરવામાં આવ્યો હતો. એમ્પાયરોએ શ્રીલંકન ટીમને કહ્યું કે, આ બૉલથી રમત આગળ નહીં વધી શકે.
નવી દિલ્હીઃ બૉલ ટેમ્પરિંગ વિવાદના કારણે વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ એક સમય માટે લટકી ગઇ હતી. એમ્પાયરોએ બૉલ બદલવાની માંગને લઇને નારાજ શ્રીલંકાએ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેદાનમાં ઉતરવાની ના પાડી દીધી, જોકે, અંતે નિર્ધારિત સમયથી બે કલાક પહેલા રમત શરૂ થઇ હતી.