આ ભારતીય દિગ્ગજ ખેલાડીને BCCIએ બનાવ્યો મહિલા ક્રિકેટ ટીમનો હેડ કોચ
થોડાક મહિના પહેલા ટીમના અંદરના વિવાદના કારણે તરુણ અરોઠે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી પવારને વચગાળાનો કોચ બનાવ્યો હતો. બીસીસીઆઈએ કોચ પદ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં પવારે પણ અરજી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ બીસીસીઆઈએ પૂર્વ ઓફ સ્પિનર રમેશ પવારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો હેડ કોચ બનાવ્યો છે. બીસીસીઆઈએ મંગળવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. પવાર 30 નવેમ્બર 2018 સુધી ટીમના કોચ પદ પર રહેશે.
પવારના માર્ગદર્શનમાં ટીમ સપ્ટેમ્બરમાં શ્રીલંકાના પ્રવાસે જશે અને પછી ઓક્ટોબરમા વેસ્ટ ઇન્ડીઝ સામે દ્વિપક્ષીય શ્રેણી રમશે. નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ભારત તરફથી 31 વન-ડે અને 2 ટેસ્ટ રમનાર પવાર પર ટીમને આગળ લઈ જવાની જવાબદારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -