BCCIએ આ ભારતીયે ખેલાડીને પસંદગીના 24 કલાકની અંદર ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો
અભિષેકે પોતાની ભૂલ માની લીધી હતી અને કહ્યું હતું કે તેણે પદાર્થનું સેવન અજાણતા કર્યું હતું. બીસીસીઆઈને અભિષેકના જવાબથી સંતોષ થયો હતો અને આઠ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન અભિષેકનો 15 જાન્યુઆરીએ ડોપ ટેસ્ટ થયો હતો. આ ટેસ્ટમાં વાડા દ્વારા પ્રતિબંધિત પદાર્થના અંશ મળ્યા હતા. ત્યાર બાદ બીસીસીઆઈએ તેની ઉપર જૂનમાં આઠ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
નિવેદન પ્રમાણે બીસીસીઆઇની ડોપિંગ એજન્સીએ બોર્ડને યાદ અપાવ્યું હતું કે ઇન્ડિયા રેડ ટીમમાં પસંદ થયેલા અભિષેક પર આઠ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જે આ વર્ષે 14 સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહ્યો છે. આ પછી પસંદગી સમિતીએ અભિષેકના સ્થાને અક્ષયને ઇન્ડિયા-રેડ ટીમમાં પસંદ કર્યો હતો.
નવી દિલ્હીઃ બીસીસીઆઈ દુલીપ ટ્રોફી માટે ઇન્ડિયા રેડ ટીમમાં ડોપ ટેસ્ટમાં દોષિત સાબિત થયેલ વિકેટકીપર બેટ્સમેન અભિષેક ગુપ્તાની જગ્યાએ અક્ષય વાડકરને સામલે કર્યો છે. સીલેક્ટર્સે 17 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી રમારા દુલીપ ટ્રોફી માટે ઇન્ડિયા રેડ ટીમમાં ગુપ્તાની પસંદગી કરી હતી. બીસીસીઆઈના એક નવા નિવેદન અનુસાર સીલેક્ટર્સને અભિષેક ગુપ્તા પર પ્રતિબંધ લગાવ્યો છે તેની જાણકારી ન હતી. આમ 24 કલાકની અંદર અભિષેક ગુપ્તા ટીમમાંથી બહાર થઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -