મુંબઇઃ ભારતીય ક્રિકેટર ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું નિર્વિરોધ બીસીસીઆઇના અધ્યક્ષ બનવુ નક્કી છે. 'બંગાલ ટાઇગર'ને નવી જવાબદારી મળવાથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી ખુબ ખુશ છે. તેમને ગાંગુલીને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા અને કહ્યું તમે ભારત અને બંગાળને ગૌરવાન્તિત
કર્યુ છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, ''ગાંગુલી સર્વસંમતિથી અધ્યક્ષ સિલેક્ટ થવા પર હાર્દિક અભિનંદન, તમારા કાર્યકાળ માટે શુભકામનાઓ. તમે ભારત અને બંગાળને ગૌરવાન્તિત કર્યુ છે. અમને CAB અધ્યક્ષ તરીકે તમારા કાર્યકાળ પર ગર્વ હતો, નવી ઇનિંગ શાનદાર રહેવાની આશા છે..''


ઉલ્લેખનીય છે કે, આ પહેલા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તેના માટે એક સારો મોકો છે, કેમકે હું એવા સમયે બીસીસીઆઇની કમાન સંભાળવા જઇ રહ્યું છુ, ત્યારે તેની ઇમેજ ખરાબ થઇ ગઇ છે.


બીસીસીઆઇના અધ્યક્ષ પદની રેસમાં સૌરવ ગાંગુલીની સાથે બૃજેશ પટેલ હતા, જોકે ગાંગુલી હવે એકલો ઉમેદવાર બન્યો હતો.