સૌરવ ગાંગુલીએ કહ્યું, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત અને અન્ય ટોપ ટીમ 2021માં સુપર સીરિઝ રમશે અને તેની પ્રથમ સીઝનમાં ભારતમાં રમાશે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ તથા અન્ય અધિકારીઓએ ઈસીબીના અધિકારીઓ સાથે લંડનમાં મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ગાંગુલીએ કહ્યું, ઈસીબી સાથે અમારા ઘણા સારા સંબંધ છે અને બેઠક સફળ રહી છે.
આ પહેલા આઈસીસીના ફ્યૂચર ટૂર પ્રોગ્રામ અંતર્ગત વર્ષ 2023થી 2031 સુધી તમામ ટોપ ટીમ વચ્ચે વર્ષમાં એક મુખ્ય પ્રસ્તાવિત પ્રવાસ હતો. પરંતુ તેને લઈ હાલ કોઈ સંભાવના જોવા મળી રહી નથી. ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ આઈસીસીના ફ્યૂચર ટૂર પ્રોગ્રામનો વિરોધ કર્યો હતો. હાલ આઈસીસી કોઈપણ દેશને ત્રણથી વધારે ટીમોની ટુર્નામેન્ટના આયોજનને મંજૂરી આપતું નથી.
આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે