નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની પસંદગી માટે 6 નામોને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. કપિલ દેવની અધ્યક્ષતા વાળી 3 સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ(CAC) એ સોમવારે આ નામોને શોર્ટલિસ્ટ કર્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પદ માટે CAC દ્વારા પસંદ કરેલ છ નામોમાં રવિ શાસ્ત્રી, ન્યુઝીલેન્ડના પૂર્વ કોચ માઇક હેસન, પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર અને શ્રીલંકાના પૂર્વ કોચ ટોમ મૂડી, પૂર્વ વેસ્ટ ઇન્ડીઝ ઓલરાઉન્ડર અને અફાગનિસ્તાનના પૂર્વ કોચ ફિલ સાઇમંસ, ટીમ ઇન્ડિયાના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને ટીમ ઇન્ડિયાના પૂર્વ ફિલ્ડીંગ કોચ રોબિન સિંહના નામ સામેલ છે. 16 ઓગસ્ટથી શરૂ થતી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે ચૂંટાયેલ ઉમેદવારોને સીએસી સામે તેમની પ્રેઝેન્ટેશન રજૂ કરવી પડશે.


16 ઓગસ્ટથી શરુ થનારા આ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે પસંદગી પામેલા ઉમેદવારોને સીએસી સમક્ષ પોતાનું પ્રેઝન્ટેશન રાખવું પડશે. 3 સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ઈન્ટરવ્યૂ પછી અઠવાડિયાના અંત સુધી અથવા આવતા અઠવાડિયામાં અંતિમ નિર્ણય લેશે. ક્રિકેટ સલાહકાર સમિતિમાં ટીમ ઈન્ડિયાને પોતાના નેતૃત્વમાં પહેલો વર્લ્ડકપ અપાવનાર કેપ્ટન કપિલ દેવ ઉપરાંત અંશુમન ગાયકવાડ અને ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામી છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે ટોમ મૂડી આ પદ માટે પ્રબળ દાવેદાર છે કારણે કે તેમની કોચિંગ હેઠળ શ્રીલંકાની ટીમ 2007ના વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચી હતી. જ્યારે 2016માં આઇપીએલમાં ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની કોચિંગ હેઠળ ચેમ્પિયન બની હતી. ટોમ મૂડી પાસે પ્લેયર અને કોચ તરીકે અનુભવ પણ સારો છે. હાલ ટીમની સાથે વેસ્ટ ઈન્ડિઝ ટૂર પર ગયેલા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો આ પદ પર કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. વિન્ડીઝ ટૂરના કારણે તેના કાર્યકાળને 45 દિવસ વધારવામાં આવ્યો છે.