મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પિતા બની ગયો છે. હાર્દિક પંડ્યાની મંગેતર નતાશા સ્ટૈનકોવિકે પુત્રને જન્મ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ જાણકારી ફેન્સ સાથે શેર કરી છે.

આ પહેલા હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નતાશાની પ્રેગનન્સીની જાહેરાત કરી હતી, અને સાથે સાથે બન્નેની સગાઇની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. હાર્દિક અને નતાશા લગ્ન પહેલા જ માતા-પિતા બની ગયા છે. આ યાદીમાં કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે, જેઓ લગ્ન પહેલા જ પિતા બની ગયા છે.



જો રૂટઃ ઈંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનો પૈકીનો એક જો રૂટ 2014થી કેરી કોટરેલને ડેટ કરી રહ્યો છે. વર્લ્ડકપ ટી-20 પહેલા બંનેએ માર્ચ 2016માં સગાઈ કરી હતી અને લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા. થોડા જ મહિનામાં જો રૂટ બાપ બની ગયો હતો.

ક્રિસ ગેઇલઃ વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ પણ લગ્ન પહેલા બાપ બન્યો હતો. 2017માં આઇપીએલ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે પુત્રીને જન્મ આપ્યો હતો. જેનું નામ ગેઇલે બ્લશ રાખ્યું હતું.

ડેવિડ વોર્નરઃઓસ્ટ્રેલિયાનો આક્રમક બેટ્સમેન 2014માં લગ્ન પહેલા જ બાપ બન્યો હતો. લિવ ઈન દરમિયાન વોર્નરની ગર્લફ્રેન્ડ કેંડિસ ફૈલ્ઝને પુત્રીને જન્મ આપ્યો હતો. 2015માં આ બંનેએ લગ્ન કર્યા હતા.

વિવિયન રિચર્ડ્સઃ 1980માં ભારત પ્રવાસે આવેલા રિચડર્સની મુલાકાત ભારતની જાણીતી અભિનેત્રી નીના ગુપ્તા સાથે થઈ હતી. બંને લિવ ઈનમાં પણ રહ્યા હતા. 1989માં નીનાએ પુત્રીનો જન્મ આપ્યો હતો. જેનું નામ મસાબા છે.

દેશના આ મોટા રાજ્યમાં ચાલુ રહેશે વીકેંડ લોકડાઉન, જાણો વિગત

IT રિટર્ન ભરવાની તારીખ લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ