નવી દિલ્હીઃ આઇપીએલમાં (IPL-2021) આ વર્ષે શાનદાર શરૂઆત કરનારી ઋષભ પંતની (Rishabh Pant) દિલ્હી કેપિટલ્સને (Delhi Capitals) એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ક્રિકેટર અને ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને (Star Spinner Ravichandran Ashwin) આઇપીએલમાંથી હટી જવાનો ફેંસલો કર્યો છે. અશ્વિને (R Ashwin) સોશ્યલ મીડિયા પર આની જાણકારી આપી છે.
સોશ્યલ મીડિયા પર અશ્વિને (Ashwin) કહ્યું- તેનો પરિવાર હાલના સમયમાં કૉવિડ-19 (Covid-19) સામે ઝઝૂમી રહ્યો છે, અને આ મુશ્કેલ સમયમાં તે તેમની સાથે રહેવા ઇચ્છે છે. કાલે આઇપીએલ 2021માં સનરાઇઝર્સ હૈદરાબાદને (Sunrisers Hyderabad) હરાવ્યા બાદ તેને આ વાતની જાણકારી આપી હતી.
અશ્વિને (Ravichandran Ashwin) મેચ બાદ ટ્વીટ કર્યુ- હુ કાલથી આ વર્ષની આઇપીએલમાંથી બ્રેક લઇ રહ્યો છું, મારો પરિવાર આ સમયે કૉવિડ-19 મહામારી વિરુદ્ધ લડી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં હું તેમની સાથે ઉભો રહીને તેમનો હોંસલો વધારવા ઇચ્છુ છુ. જો ભવિષ્યમાં સ્થિતિ સુધરે છે તો હુ મેદાનમાં વાપસી માટે વિચારી શકુ છું. ધન્યવાદ....
આ મહામારી વિરુદ્ધ લડાઇમાં કરીશ સપોર્ટ- આર. અશ્વિન.....
આ પહેલા અશ્વિને 23 એપ્રિલના પોતાના ટ્વીટમાં કહ્યું હતુ કે -કોરોના વાયરસ મહામારી સાથે જોડાયેલા લોકોની મદદ જે રીતે પણ થઇ શકશે તે સપોર્ટ જરૂર કરશે. તેને પોતાના ટ્વીટમાં કહ્યું હતુ- હુ તમામને કહેવા માગીશ કે આ કોરોના વાયરસ કોઇને પણ નથી છોડતો, અને આ લડાઇમાં હું તમારા બધાની સાથે છું. જો તમારામાંથી કોઇને પણ આ લડાઇમાં મારી સહાયતાની જરૂર હોય તો જરૂર કહેજો. મારાથી જેટલુ શક્ય બનશે તેટલી મદદ કરીશ.
પોતાના બીજી એક ટ્વીટમાં તેને દેશવાસીઓને આ મુશ્કેલ સમયમાં સતર્કતા રાખવાની અપીલ કરતા કહ્યું- મારા દેશમાં આ સમયે જે પરિસ્થિતિ છે, તેને જોઇને દિલ ખુબ દુઃખી છે. હું હેલ્થકેર ક્ષેત્ર સાથે જોડાયેલો નથી, પરંતુ આ મુશ્કેલ સમયમાં તે જે રીતે કામ કરે છે, તેના માટે હું તેમનો આભારી છું. હું તમામ દેશવાસીઓને અપીલ કરુ છું કે આ પરિસ્થિતિમાં પુરેપુરી સાવધાની રાખો અને સુરક્ષિત રહો.