દર મહિને 28 લાખ રૂપિયાનો ગાંજો ફૂંકી મારે છે આ વિશ્વપ્રસિદ્ધ ખેલાડી
abpasmita.in | 15 Aug 2019 07:56 AM (IST)
બોક્સિંગ ક્ષેત્રે નામ કમાયા બાદ હવે તેણે ગાંજાના ધંધામાં ઝંપલાવ્યું છે. માઈટ ટાયસનનું કેલિફોર્નિયામાં એક ફાર્મહાઉસ છે.

નવી દિલ્હીઃ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર માઈક ટાઈસનની સમગ્ર કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે. આ જ કારણે તેને ધ બેડેસ્ટ મેન ઓન ધ પ્લાનેટ એટલે કે ગ્રહ પર રહેલ સૌથી ખરાબ વ્યક્તિ પણ કહેવામાં આવે છે. ટાયસન કેલિફોર્નિયામાં વ્યવસાયમાં ઉતર્યો છે. આ જગ્યાએ ગાંજો પીવો એ કાયદાકીય રીતે ગુનો નથી. બોક્સિંગ ક્ષેત્રે નામ કમાયા બાદ હવે તેણે ગાંજાના ધંધામાં ઝંપલાવ્યું છે. માઈટ ટાયસનનું કેલિફોર્નિયામાં એક ફાર્મહાઉસ છે. અહીં તે નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરે છે. કેલિફોર્નિયામાં ડ્રગ્સ લીગલ હોવાને કારણે તેને કોઈ નિયમનું ઉલ્લંઘન નથી કરી રહ્યો. તે ફક્ત ગાંજો ઉગાડતો જ નથી પણ સાથે સાથે પોતે પણ તેનુ સેવન કરે છે. તેના પોડકાસ્ટ હોટબોક્સિન વિથ માઈક ટાયસનમાં તેણે જણાવ્યું કે તેના બિઝનેસ પાર્ટનર એબન બ્રિટોન સાથે મળીને મહિને $40,000 (લગભગ રૂ. 28,38,000) નો ગાંજો ફૂંકે છે. પોડકાસ્ટમાં તેઓ જણાવે છે કે તેઓ મહિને અનેક ટન ગાંજો ફૂંકી નાંખે છે. ગજબ કહેવાય.