નવી દિલ્હીઃ આવતીકાલથી ચેમ્પિયનશિપ માટે ભારત અને સાઉથ આફ્રિકા મેદાનમાં ઉતરશે, વિશાખાપટ્ટનમના મેદાન પર જીત મેળવવા માટે આવતીકાલથી ભારત અને દક્ષિણ આફ્રિકન ટીમ એકબીજા સામે ટકરાશે. આવતીકાલની ટીમને લઇને કેપ્ટન કોહલીએ ખાસ પ્લાન બનાવ્યો છે. છતાં વિકેટકીપર બેટ્સમેન માટે દાંવ ફસાયો છે. એકબાજુ અનુભવી રિદ્ધિમાન સાહા છે તો બીજી બાજુ યુવા બેટ્સમેન ઋઃષભ પંત છે.

પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયા તરફથી કોને વિકેટકીપર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવો તેને લઇને કેપ્ટન કોહલીએ મોટુ નિવેદન આપ્યુ છે.



પ્રેસ કૉન્ફરન્સમાં કેપ્ટન કોહલીએ કહ્યું કે રિદ્ધિમાન સાહા આ ટેસ્ટ સીરીઝમાં અમારા માટે રમશે. સાહાએ તાજેતરમાં જ ઇન્ડિયા એ માટે સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. ઉપરાંત તેને ઘરેલુ સ્તરમાં પણ સતત શાનદાર પ્રદર્શન કર્યુ છે. બીજીબાજુ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન કંઇક ખાસ પ્રદર્શન ન હતો કરી શક્યો. પણ તે પહેલાની સીરીઝમાં તેને રન બનાવી ચૂક્યો છે.