પાકિસ્તાન સાથે મેચમાં કુંબલેના આ નિર્ણયથી હાર્દિક પંડ્યા પણ હેરાન થઈ ગયો હતો
ઇન્ટરવ્યૂ દરમિયાન બરોડાના ઓલરાઉન્ડર પંડ્યાએ એ પણ સ્વીકાર્યું કે મેદાનમાં જતા સમયે દે દબાણમાં હતા. પંડ્યાએ કહ્યું, પ્રામાણિકપણે કહું તો દબાણ તો હતું, પરંતુ હું તેને સામાન્ય મેચની જેમ જ વિચારતો હતો જેથી ખોટું દબાણ ન અનુભવું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંડ્યાએ ICCને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું, મને 46મી ઓવરમાં કોચે કહ્યું કે, હવે પછી તારે બેટિંગ કરવા જવાનું છે, પેડ પહેરીને તૈયાર થઈ જાય. પંડ્યાએ જણાવ્યું કે, તેણે ઝડપથી પેડ પહેરી લીધા, જેવા જ તેણે ગ્લવ્સ પહેર્યા કે તરત જ યુવરાજ સિંહ આઉટ થઈ ગયો. યુવરાજ આઉટ થતા જ પંડ્યા મંદાન પર ઉતર્યા અને તેને જોઈને દર્શક હેરાન થઈ ગયા. કારણ કે પ્રસ્તાવિક બેટિંગ ક્રમ પ્રમાણે મેદાનમાં ધોની બેટિંગ કરવા ઉતરવાનો હતો.
પંડ્યાને બેટિંગ ક્રમમાં ધોની કરતાં આગળના ક્રમમાં રાખવાનો નિર્ણય અંતિમ સમયે લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય અનિલ કુંબલેનો હતો. ત્યાર બાદ પંડ્યાએ કુંબલેના નિર્ણયને યોગ્ય સાબિત કતાં 3 છગ્ગા સાથે તાબડતોડ બેટિંગ કરી હતી.
બર્મિંઘમઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રવિવારે ભારત-પાકિસ્તાન મેચમાં ભારતીય દર્શક એ સમયે હેરાન રહી ગયા, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ હાર્દિક પંડ્યા મેદાન પર ઉતર્યો. મજાની વાત એ છે કે, આ નિર્ણય વિશે હાર્દિક પંડ્યાને પણ પહેલેથી કોઈ જાણકારી હતી નહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -