પુજારાએ ગાવસ્કરના આ રેકોર્ડની કરી બરાબરી, પણ કોહલીનો ના તોડી શક્યો મોટો રેકોર્ડ, જાણો વિગતે
નોંધનીય છે કે, હાલમાં ભારત ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 2-1થી આગળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ લિટલ માસ્ટર ગાવસ્કરે 1977-78ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ત્રણ સદી ફટકારી હતી. જોકે, કોહલીએ વર્ષ 2014-15માં ઓસ્ટ્રેલિયામાં ચાર સદી ફટકારી હતી, જેને રેકોર્ડ પુજારા તોડી શક્યો નહીં.
પુજારાએ હાલમાં વર્ષ 2018-19માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામે ત્રણ સદી ફટકારી છે, પુજારાએ પહેલી, ત્રીજી અને ચોથી ટેસ્ટમાં સદી ફટકારી છે. આ સાથે તેને ગાવસ્કરના ત્રણ સદીના રેકોર્ડની બરાબરી કરી છે.
હાલમાં અંતિમ અને ચોથી ટેસ્ટમાં ભારતીય હીરો તરીકે ઉભરેલા પુજારાએ સદી ફટકારી છે. પુજારાએ શાનદાર 100 રન (200 બૉલમાં) કર્યા આ સાથે જ તેને ભારતના લિટલ માસ્ટર ગાવસ્કરના સદીઓના રેકોર્ડની બરાબરી કરી છે.
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ સિડની ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. મેચમાં કેટલાક રેકોર્ડ બન્યા જેમાં એક રેકોર્ડ ભારતીય ખેલાડી પુજારાનો પણ બન્યો છે. પુજારાએ આ રેકોર્ડ સદીનો કર્યો છે અને તે પણ ઓસ્ટ્રેલિયાની ધરતી પર. અહીં જાણો વિગતે...
- - - - - - - - - Advertisement - - - - - - - - -