નવી દિલ્હી: IPL 2021ના ઓક્શનમાં ફ્રેન્ચાજીઓએ કેટલાક ખેલાડીઓ પર પૈસાનો ખૂબ વરસાદ કર્યો, ત્યારે કેટલાક ખેલાડીઓને નિરાશા હાથ લાગી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે ચેતેશ્વર પુજારાને ખરીદ્યો છે. ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય બેટ્સમેન ચેતેશ્વર પુજારાને સાત વર્ષ બાદ હરાજીમાં ખરીદવામાં આવ્યો છે. પુજારાને ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પુજારાએ પોતાની અંતિમ આઈપીએલ મેચ મે 2014માં પંજાબ તરફથી રમી હતી.

ત્યારે હવે પુજારા ચેન્નઈ ટીમ સાથે જોડાઇને ખૂબ જ ખુશ છે. પુજારાએ એક વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર સીએસકે દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં પુજારાએ ચેન્નઈના કેપ્ટન ધોની વિશે પણ મહત્વની વાત કહી હતી. તેણે કહ્યું, 'આઈપીએલમાં પાછા ફરવાનો આનંદ થયો. હું પીળી જર્સીમાં રમવા માટે તૈયાર છું.


" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">


પુજારાએ વધુમાં કહ્યું કે, હું ફરીથી ધોનીભાઈ સાથે રમતો જોવા મળીશ. જ્યારે મેં ડેબ્યૂ કર્યું ત્યારે ધોની ટેસ્ટ ટીમનો કેપ્ટન હતો. માહીભાઈના નેતૃત્વમાં રમવાની ઘણી યાદો છે. હું તેમની સાથે રમવા તૈયાર છું. આઈપીએલની વાત કરીએ તો તે ટેસ્ટ મેચથી સાવ જુદી છે. તમારે ગિયર સ્વિચ કરવાની જરૂર છે. સારી તૈયારી સાથે મને આશા છે કે હું આઈપીએલમાં સારું પ્રદર્શન કરીશ.

ઉલ્લેખનીય છે કે, પુજારાએ આઈપીએલમાં અત્યાર સુધી 30 મેચ રમી છે. જેમાં 99.74ની સ્ટ્રાઈક રેટ સાથે 390 રન બનાવ્યા છે. જ્યારે ભારત માટે અત્યાર સુધી 83 ટેસ્ટ મેચ રમી છે. તેમાં તેણે 6227 રન બનાવ્યા છે. એટલું જ તેણે ત્રણ વખત બેવડી સદી મારી છે.