ક્રિકેટ ચાહકોએ પૂજારાને દેશપ્રેમી ગણાવીને કેમ કર્યાં વખાણ? ક્યા ક્રિકેટરને સ્વાર્થી ગણાવી પાડી પસ્તાળ?
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે 2-1થી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ ટ્રૉફી જીતી, આમાં મુખ્ય ભૂમિકા ભજવનારો બેટ્સેમન ચેતેશ્વર પુજારાના સોશ્યલ મીડિયામાં ફેન્સ દ્વારા વખાણ થઇ રહ્યાં છે.
વળી, બીજીબાજુ ફેન્સ વનડે ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા પર ગુસ્સે થયા છે. રોહિત પોતાની દીકરીના જન્મને લઇને ભારત પરત આવી ગયો હતો, રોહિત ચોથી ટેસ્ટ રમ્યો નહીં, જેના કારણે તેને લોકોએ સ્વાર્થી ગણાવ્યો હતો.
બસ, આ વાતને લઇને સોશ્યલ મીડિયામાં લોકો ચેતેશ્વર પુજારાને સાચો દેશપ્રેમી ગણાવ્યો, કેમકે પિતા હૉસ્પીટલમાં દાખલ હતા છતાં તે દેશ માટે ચાર ટેસ્ટમાં ત્રણ સદી ફટકારીને મેન ઓફ ધ સીરીઝ બન્યો હતો. એટલું જ નહીં 70 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કાંગારુઓને તેમને જ દેશમાં માત આપવા માટે પુજારાએ જ પાયો નાંખ્યો હતો.
નોંધનીય છે કે, ચાર ટેસ્ટની સીરીઝમાં પુજારાએ 74.42ની એવરેજથી રેકોર્ડ 1258 બૉલ રમ્યા, આમાં તેને 521 રન ફટકાર્યા જેમાં ત્રણ સદી સામેલ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિડની ટેસ્ટના પહેલા દિવસે ચેતેશ્વર પુજારા સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે બીજીબાજુ તેના 68 વર્ષીય પિતા અરવિંદ પુજારાને મુંબઇની હોલી ફેમિલી હૉસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા, અહીં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. ચેતેશ્વર પુજારાની પત્ની પૂજા અને પોતાના સસરાને લઇને હૉસ્પીટલ પહોંચી હતી.