નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર ક્રિસ લિનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેના માથામાં ધૂમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. પાકિસ્તાન સુપર લીગ (PSL)માં લાહોર કલન્દર્સ માટે રમી રહેલા લિનનો આ વિડીયો શુક્રવારનો છે.

રાવલપિંડીમાં PSLની 11મી મેચમાં પેશાવર ઝાલ્મી અને લાહોર કલન્દર્સ વચ્ચે ટક્કર થઈ. વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં લિનની ટીમને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો. 12-12 ઓવર્સની આ મેચમાં પેશાવરની ટીમે 7 વિકેટે 132 રન બનાવ્યા જેના જવાબમાં લાહોરની ટીમ 6 વિકેટે 116 રન જ બનાવી શકી.


લિને 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા જ્યારે સમિત પટેલે 34 રન બનાવી નોટઆઉટ રહ્યો. સોશિયલ મીડિયા પર લિનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જાદુથી લઈને ભૂત સુધી કહેવા લાગ્યા છે. કેટલાક પ્રશંસકોએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે તેની સાથે કોઈ ભૂત ચાલી રહ્યું છે. જ્યારે કેટલાકે કહ્યું કે લિન ઉપર કોઈએ જાદુ કર્યું છે.

ક્રિસ લિન સિવાય લાહોર કલંદર તરફથી ફખર ઝમાને 22 રન બનાવ્યા હતા. ડેરેન સેમ્મીની ટીમ પેશાવરના 133 રનના જવાબમાં લાહોર કલંદરની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 116 રન બનાવી શકી હતી. ક્રિસ લિન આઈપીએલમાં પણ રમે છે. તે આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમવાનો છે.