નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય સમયથી ખરાબ ફોર્મમાં રહેલી પાકિસ્તાની ટીમમાં હવે નવા ફેરફારો આવી રહ્યા છે. પાકિસ્તાની ટીમના મુખ્ય કૉચ અને સિલેક્ટર બનતાં જ મિસ્બાહે ખેલાડીઓના ડાયેટ પ્લાનમાં ધરખમ ફેરાફારો સૂચવ્યા છે.


પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના કૉચ મિસ્બાહ ઉલ હકે ખેલાડીઓને એક ઓર્ડર કર્યો છે, જેમાં ઘરેલુ ટૂર્નામેન્ટ અને રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓના ડાયેટ પ્લાનને પુરેપુરો બદલાનો નિર્ણય કર્યો છે.



મિસ્બાહે સખત શબ્દોમાં ઓર્ડર આપ્યો છે કે, ઘરેલુ સત્ર દરમિયાન અને રાષ્ટ્રીય શિબિરમાં ખેલાડીઓ માટે કોઇપણ પ્રકારનો ભારે આહાર ઉપલબ્ધ નહીં થાય, ટીમના ખેલાડીઓને ફિટનેસને લઇને મિસ્બાહે કહ્યું કે, હવે ખેલાડીઓ મિઠાઇ કે બિરયાની નહીં ખાઇ શકે.



ઉલ્લેખનીય છે કે, મિસ્બાહે બે વર્ષ પહેલા 2017માં પાકિસ્તાની ક્રિકેટ ટીમમાંથી સન્યાસ લીધો હતો, હવે તે ટીમના મુખ્ય કૉચ અને સિલેક્ટર બની ચૂક્યા છે.