CWG-2018: બેટમિન્ટનમાં ભારતને મળ્યા બે મેડલ, પીવી સિંધુને હરાવી સાયના નેહવાલે જીત્યો ગોલ્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Apr 2018 08:18 AM (IST)

1
કૉમનવેલ્થ ગેમ્સમાં સાઈનાનો સિંગલ્સ કરિયરનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ અગાઉ વર્ષ 2010 દિલ્લી કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની સાથેજ ભારતે 26માં ગોલ્ડ પર કબ્જો કર્યો છે.
2
ભારતના ખાતામાં અત્યાર સુધી 62 મેડલ આવી ચુક્યા છે, તેમાં 26 ગોલ્ડ, 17 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ જીતનારની યાદીમાં ત્રીજા સ્થાન પર યથાવત છે.
3
ગોલ્ડ કોસ્ટ(ઓસ્ટ્રેલિયા): કોમનવેલ્થ ગેમ્સમાં અગિયારમાં દિવસે ભારતે બેડમિન્ટનમાં બે મેડલ જીત્યા છે. ભારતની સ્ટાર શટલર સાઈના નેહવાલે પીવી સિંધુને હરાવી ગોલ્ડ મેડલ પર જીતી લીધી છે. જ્યારે પીવી સિંધુને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. મહિલા સિંગલ્સના ફાઈનલમાં સાઈનાએ સિંધુને 21-18, 23-21થી હરાવી હતી. આ મુકાબલો આક્રમક રહ્યો હતો.
4
5