કોમનવેલ્થ ગેમ્સ 2022નો ત્રીજો દિવસ ભારત માટે અત્યાર સુધી શાનદાર રહ્યો છે.  આજે ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. જેરેમી લાલરિનુંગાએ વેઈટલિફ્ટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સ્નેચમાં 140 કિલો વજન ઉપાડ્યું. આ સાથે જ તેણે ક્લીન એન્ડ જર્કમાં 160 કિલો વજન ઉપાડ્યું. જેરેમીએ સ્નેચમાં 140 કિલો વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો છે. વાઈપાવા નેવો ઈઓન પુરુષોની 67 કિગ્રાની ફાઇનલમાં બીજા સ્થાને રહ્યો હતો.


ભારત માટે વેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર જેરેમી લાલરિનુંગાએ હવે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે હું ગોલ્ડ મેડલ મેળવીને ખુશ છું, પ્રદર્શનથી ખુશ નથી. મને ઘણી આશા હતી કે હું આ વખતે સારો દેખાવ કરીશ કારણ કે 67 કિગ્રા વર્ગમાં તે મારો છેલ્લો મુકાબલો હતો, પરંતુ ગોલ્ડ મેડલ જીતીને સારું લાગે છે. 



 
જેરેમી લાલરિનુંગાએ  કહ્યું કે "વોર્મ-અપ ખૂબ સારું હતું પરંતુ મારી આગળની જાંઘ અને જાંઘની અંદરના સ્નાયુઓમાં ખેંચાણ શરૂ થઈ ગયું, જેના કારણે હું થોડો સમય ચાલી શકતો ન હતો અને વોર્મ-અપ દરમિયાન 140 કિલોગ્રામનો આંકડો પાર ન કરી શક્યો," તેણે  કહ્યું કે તે દેશ માટે મેડલ જીતીને ખુશ છે, પરંતુ તેના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. "હું વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખતો હતો, પરંતુ દેશ માટે ગોલ્ડ જીતવો એ ગર્વની ક્ષણ છે."


ભારતને બર્મિંગહામમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં જેરેમી લાલરિનુંગાએ ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેરેમીએ વેઈટલિફ્ટિંગની 67 કિગ્રા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરીને આ સફળતા મેળવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓએ જેરેમીને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો જેરેમીને અભિનંદન આપી રહ્યા છે. જેરેમી પહેલા મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.


વડાપ્રધાન મોદીએ ટ્વિટર દ્વારા જેરેમીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, “આપણી યુવા શક્તિ ઇતિહાસ રચી રહી છે! જેરેમીને તેનો પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ  જીતવા તેમજ અભૂતપૂર્વ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન. તેમણે નાની ઉંમરે અપાર કીર્તિ હાંસલ કરી છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભેચ્છાઓ.