Commonwealth Games 2022 day 7 Schedule: આજે (4 ઓગસ્ટ) બર્મિંગહામ, ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી 22મી કોમનવેલ્થ ગેમ્સનો સાતમો દિવસ છે. ભારતે છઠ્ઠા દિવસ સુધી 5 ગોલ્ડ સહિત 18 મેડલ જીત્યા છે. સાતમા દિવસે ભારતીય ખેલાડીઓ 4 મેડલ જીતવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં આજે ગોલ્ડ મેડલ આવવાની આશા છે.


અત્યાર સુધીમાં ભારતીય ટીમે વેઈટલિફ્ટિંગમાં 18માંથી સૌથી વધુ 10 મેડલ જીત્યા છે. સાતમા દિવસે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે. વાસ્તવમાં, આ મુકાબલો બેડમિન્ટનની મહિલા સિંગલ્સમાં ભારતની આકર્ષી કશ્યપ અને પાકિસ્તાનની માહુર શાહજાદ સામે થશે.


7મા દિવસે કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતનું શેડ્યૂલ


બેડમિન્ટન


મેન્સ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતની મેચ (4 PM)


વિમેન્સ સિંગલ્સમાં આકર્ષી અને પાકિસ્તાનની માહુર વચ્ચે મુકાબલો (10 PM)


પેરા પાવરલિફ્ટિંગ (ત્રણ મેડલ મેચ)


મહિલા લાઇટવેઇટ- સાંજે 7:30 વાગ્યે


પુરુષ લાઇટવેઇટ – રાત્રે નવ વાગ્યે


પુરુષ હેવીવેઇટ - બપોરે 1.30 કલાકે


 


એથ્લેટિક્સ અને પેરા એથ્લેટિક્સ


 


મહિલા તાર ગોળા ફેંકઃ ક્વોલિફાઈંગ રાઉન્ડ - સરિતા સિંહ, એમ બાલા - બપોરે 2.30 કલાકે


મહિલાઓની 200 મીટર: રાઉન્ડ વન - હીટ 2 - હિમા દાસ - બપોરે 3.30 કલાકે


પુરુષોની લાંબી કૂદની ફાઇનલ: મોહમ્મદ અનીસ યાહિયા, મુરલી શ્રીશંકર – મોડી રાત્રે 12:12 વાગ્યે (મેડલ મેચ)


 


 


બોક્સિંગ


 


48 થી 51 કિગ્રા ફ્લાઇવેટ: ક્વાર્ટર ફાઈનલ 2 - અમિત પંઘલ - સાંજે 4.45 કલાકે


57 થી 60 કિગ્રા લાઇટવેઇટ: ક્વાર્ટર ફાઇનલ 2 - જાસ્મીન લેમ્બોરિયા - સાંજે 6.15 કલાકે


92 કિગ્રા સુપર હેવીવેઇટ: ક્વાર્ટર ફાઇનલ 1 - સાગર અહલાવત - 8 PM


63.5 થી 67 કિગ્રા વેલ્ટરવેટ: ક્વાર્ટર ફાઈનલ 3 - રોહિત ટોકસ - બપોરે 12.30 (ગુરુવાર)


 


જિમ્નેસ્ટિક્સ


વ્યક્તિગત ક્વોલિફિકેશન સબ ડિવીઝન 1- બલવીન કૌર - સાંજે 4.30 થી


 


હોકી:


 


મેન્સ પૂલ B: ભારત વિ વેલ્સ - સાંજે 6.30 કલાકે


 


લૉન બોલ્સ


 


મેન્સ સિંગલ્સ - મૃદુલ બોરગોહેન - સાંજે 4


 


સ્ક્વોશ:


 


મહિલા ડબલ્સ રાઉન્ડ ઓફ 32: સુનૈના સારા કુરુવિલા અને અનહત સિંહ - સાંજે 5.30 કલાકે


મેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: વેલાવન સેંથિલકુમાર અને અભય સિંહ - સાંજે 6 વાગ્યે


મિશ્ર ડબલ્સ રાઉન્ડ ઓફ 16: દીપિકા પલ્લીકલ કાર્તિક અને સૌરવ ઘોષાલ - 7 PM


મિશ્ર ડબલ્સ રાઉન્ડ ઓફ 16: જોશના ચિનપ્પા અને હરિન્દર પાલ સિંહ સંધુ - 11 PM


વિમેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 16: જોશના ચિનપ્પા અને દીપિકા પલ્લીકલ કાર્તિક: બપોરે 12.20 (શુક્રવારે)


 


ટેબલ ટેનિસ:


મિશ્ર ડબલ્સ રાઉન્ડ ઓફ 64: સાનિલ શેટ્ટી અને રીથ ટેનિસન - રાત્રે 8.30 કલાકે


મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: જી સાથિયાન અને મનિકા બત્રા - રાત્રે 8.30 કલાકે


મિક્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: અચંતા શરથ કમલ અને શ્રીજા અકુલા - રાત્રે 8.30 કલાકે


મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓફ 32: શ્રીજા અકુલા / મણિકા બત્રા - રાત્રે 8.30 કલાકે


મેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી - રાત્રે 8.30 કલાકે


મેન્સ ડબલ્સ રાઉન્ડ ઓફ 32 - શરથ કમલ અને જી સાથિયાન - રાત્રે 8.30 કલાકે