કોલંબિયાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમે કોપા અમેરિકા 2024ની બીજી સેમિફાઇનલ મેચમાં ઉરુગ્વેની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ સામે 1-0થી જીત મેળવી હતી. આ સાથે કોલંબિયાની ટીમ કોપા અમેરિકા 2024ની (Copa America 2024 Final)ની ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં કોલંબિયાનો સામનો આર્જેન્ટિના સામે થશે. મેચનો એકમાત્ર ગોલ જેફરસન લેર્મા હતો જેણે મેચની 39મી મિનિટે પોતાની ટીમ કોલંબિયા માટે ગોલ કર્યો હતો. મેચમાં મોટાભાગનો સમય બોલ ઉરુગ્વે પાસે હતો, પરંતુ તેઓ બરાબરી કરી શક્યા ન હતા. હવે ફાઇનલમાં કોલંબિયાનો સામનો આર્જેન્ટિના સામે થશે.

  






જેફરસન લેર્માના ગોલના કારણે કોલંબિયાએ ઉરુગ્વે સામે 1-0થી જીત મેળવીને કોપા અમેરિકાની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. અમેરિકા સ્ટેડિયમમાં કોલંબિયા સાથેની મેચમાં ઉરુગ્વે ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત પાછળ રહી ગયું હતું. આર્જેન્ટિના અને કોલંબિયા હવે રવિવારે રાત્રે ફ્લોરિડાના મિયામી ગાર્ડન્સમાં સામસામે ટકરાશે.                                                                                              


પ્રથમ હાફમાં ડેનિયલ મુનોઝને બહાર મોકલ્યા પછી 10 ખેલાડીઓ સુધી સમેટાયા બાદ, કોલંબિયાના ડિફેન્સે ઉરુગ્વેના આક્રમક રમત સામે ટક્કર આપી હતી. ગોલકીપર ગિલેર્મો વર્ગાસે ઘણા મહત્વપૂર્ણ બચાવ કર્યા હતા.


કોલંબિયાની જીતે સતત 28 મેચો સુધી તેમની અપરાજયને આગળ વધાર્યો હતો. જે મેનેજર કાર્લોસ ક્વિરોઝના માર્ગદર્શન હેઠળ ટીમની સુગમતા અને વ્યૂહાત્મક શિસ્તનો પુરાવો છે. કોપા અમેરિકાની ફાઇનલમાં કોલંબિયા ત્રીજી વખત પહોંચ્યું છે. જેણે અગાઉ 2001માં ઘરઆંગણે ચેમ્પિયન બન્યું હતું હવે ફાઇનલમાં તેનો મુકાબલો લિયોનેલ મેસીના નેતૃત્વ હેઠળની આર્જેન્ટીના સામે થશે. આ હાર ઉરુગ્વે માટે ખૂબ જ નિરાશાજનક છે. જો કે, શનિવારે ત્રીજા સ્થાન માટેની મેચમાં તેઓ કેનેડાનો સામનો કરશે.