સચિને જે સંગઠનને ડોનેશન આપ્યું તેણે ટ્વિટર પર માસ્ટર બ્લાસ્ટરનો આભાર માન્યો. હાઈ ફાઈવ યૂથ ફાઉન્ડેશન ટ્વિટર પર લખ્યું, ધન્યવાદ સચિન, ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે કે રમત કરૂણાને પ્રોત્સાહિત કરે છે. અમારા કોવિડ-19 ફંડમાં તમે જે દાન કર્યુ તેનાથી અમને 4000 નબળા લોકોને નાણાકીય સહાય કરવામાં મદદ મળશે. જેમાં માયબીએમસી સ્કૂલના બાળકો પણ સામેલ છે. અમારા ઉભરતા ખેલાડીઓ તમારો આભાર માને છે, લિટલ માસ્ટર.
સચિને પણ ટીમને કામગીરી માટે શુભેચ્છા પાઠવી હતી. સચિને ફાઉન્ડેશનનો જવાબ આપતાં ટ્વિટ કર્યુ, દૈનિક મજૂરી કરતા પરિવારોના સમર્થનમાં તમારા પ્રયાસો માટે ટીમને શુભકામના. આ પહેલા પણ સચિન કોવિડ-10 સામેની લડાઈમાં પ્રધાનમંત્રી રાહત ફંડ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી ચુક્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,662 પર પહોંચી છે. 1981 લોકોના મોત થયા છે અને 17,847 લોકો સાજા થઈ ગયા છે. હાલ 39,834 એક્ટિવ કેસ છે.