પૃથ્વી શૉને કયા ખેલાડી સાથે તુલના કરાતા ભડક્યો ગાંગુલી, શું આપ્યો જવાબ, વાંચો વિગતે
ગાંગુલીએ કહ્યું કે ડેબ્યૂ મેચમાં સદી ફટકારવી ખાસ વાત અને ખાસ દિવસ હોય છે. તેને રણજી અને દુલિપ ટ્રૉફીમાં પણ સદી ફટકારી ડેબ્યૂ કર્યું હતું. એટલે માટે તે મહત્વનું છે.
ગાંગુલીએ કોલકત્તામાં કહ્યું કે, પૃથ્વી શૉની તુલના સહેવાગ સાથે ના કરો, સહેવાગ એક જીનિયસ હતો, તેને હજુ દુનિયાનો પ્રવાસ કરવા દો. મને આશા છે કે તે ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકામાં પણ રન બનાવશે.
રાજકોટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી ટેસ્ટમાં 18 વર્ષના પૃથ્વી શૉએ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી દીધી, શૉએ 99 બૉલમાં સદી ફટાકરી, બાદમાં 154 બૉલમાં 134 રન બનાવીને આઉટ થયો હતો.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારા પૃથ્વી શૉના પ્રદર્શનને શાનદાર ગણાવ્યું, પણ વિરેન્દ્ર સહેવાગ સાથે તેની સરખામણીને ફગાવી દીધી છે. તેને કહ્યું કે પૃથ્વી શૉને હજુ સમય આપવો જોઇએ જેથી તે દુનિયામાં ગમે ત્યાં રન બનાવી શકે.