Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ અને વોર્નરના બચાવમાં આવ્યો આ ભારતીય ક્રિકેટર, જાણો શું કહ્યું...
ICCની કાર્યવાહી બંને ક્રિકેટરો માટે સમસ્યાઓથી ભરપૂર હોઈ શકે છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની જોગવાઈ અનુસાર બંને પર આજીવન પ્રતિબંધ પણ લાગી શકે છે. આ પ્રકરણને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ વખોડી કાઢ્યું હતું અને સ્મિથ તથા વોર્નરને કાયમ માટે ટીમમાંથી કાઢી મૂકવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સૂચવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ટૂમના પૂર્વ ફાસ્ટ બોલર અને રોયલ ચેલેન્જર બેંગલોરના બોલિંગ કોચ આશીષ નેહરાએ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સમિથ અને વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નરનો બચાવ કરતાં કહ્યું કે, તેમણે આઈપીએલમાંથી હટવું ન જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં બોલ સાથે ચેડા કરવાની બાબત સામે આવી હતી. કેપ્ટન સ્મિથે આ વાતનો સ્વીકાર પણ કરી લીધો હતો. તપાસ બાદ તેને આગામી ટેસ્ટમાંથી બહાર કરી દેવાયો છે. આમાં ટીમના વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરે પણ ભૂમિકા ભજવી હતી. બંનેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
તમારે સ્મિથને એ વાતનો શ્રેય આપવો જોઈએ કે, તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. મારા મત અનુસાર તેને કેપ્ટનશિપમાંથી હટાવવો અને એક મેચ માટે પ્રતિબંધિત કરવો પૂરતું છે.’
આઈપીએલની આગામી સીઝન માટે આરસીબી અને કોમ્પ્યુટર બનાવતી કંપની એચપી ઇન્ક ઇન્ડિયાના જોડાણની જાહેરાતના અવસર પર નેહરાને જ્યારે બોલ ટેમ્પરિંગ મુદ્દે પૂછવામાં આવ્યું ત્યારે સ્ટિવ સ્મિથનો બચાવ કરતા કહ્યું કે, ‘આજીવન પ્રતિબંધ લગાવવો તેમના માટે (સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર) અત્યંત કઠોર નિર્ણય ગણાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -