ટીમ ઇન્ડિયા સામે હાર મંજૂર પણ આ કામ ક્યારેય નહીં કરીએઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 21 નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. આ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ત્રણ ટી20, ચાર ટેસ્ટ અને ત્રણ વનડે રમશે. આ પ્રવાસ 21 જાન્યુઆરી 2019એ પુરો થઇ જશે. જ્યારે સ્મિથ અને વોર્નરનો પ્રતિબંધ એપ્રિલ 2019માં પુરો થવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆગામી મહિને ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે અને આના પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ એસોશિએશને અપીલ કરી હતી કે આ ખેલાડીઓને ખુબ કઠોર સજા આપવામાં આવી છે, અને હવે તેને ઓછી કરી દેવી જોઇએ. જ્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન ડેવિડ પીવરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે સજા ઓછી નહીં થાય.
બૉલ ટેમ્પરિંગનો કેસ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ પર આ વર્ષે માર્ચમાં થયો હતો, તે સમયે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીને બૉલ સાથે છેડછાડ કરતા પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ તત્કાલિન કેપ્ટન સ્મિથ, ઉપકેપ્ટન વોર્નર અને બેનક્રૉફ્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જ્યારે કૉચ ડેરેન લહેમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.
નવી દિલ્હીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમના પ્રવાસ પહેલા આકરા મૂડમાં આવી ગયું છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન બૉલ ટેમ્પરિંગના કારણે 12-12 મહિનાનો પ્રતિબંધ ઝીલી રહેલા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની સજાને ઓછી કરવા માટે ભલે અવાજ ઉઠી રહી હોય, પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તેમની સજાને ઓછી નહીં કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -