બદલાઇ ગયો ક્રિકેટમાં સુપર ઓવરનો નિયમ, હવે આવશે વધુ મજા, જાણો કઇ રીતે
સીપીએલના ઓપરેશન ડાયરેક્ટ માઇકલ હૉલે કહ્યું કે, અમે દરેક વર્ષે મહેનત કરીએ છીએ જેનાથી પ્લેઇંગ કન્ડીશન જેટલું ઇઝી બને એટલું સારું, સાથે પોતાના ઘરે બેસીને મેચ જોઇ રહેલા દર્શકોનું પણ એન્ટરટેઇન્ટમેન્ટ થઇ શકે. અમને આશા છે કે આ બન્ને ફેરફારો બન્ને હેતુને હાંસિલ કરવા માટે મદદરૂપ થશે.
જ્યારે આ ટૂર્નામેન્ટમાં બીજો ફેરફાર સુપર ઓવરનો છે. હવે સુપર ઓવરમાં કઇ ટીમ પહેલા બેટિંગ કરશે તેનો નિર્ણય ટૉસથી થશે.
સ્ટીવન સ્મિથ, માર્ટિન ગપ્ટિલ, ડેવિડ વોર્નર જેવા દિગ્ગજો પણ રમી રહ્યાં છે.
સીપીએલ 8 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. પહેલી મેચ ગયા વર્ષની ચેમ્પિયન ત્રિનબૈગો નાઇટ રાઇડર્સ અને સેન્ટ લૂસિયા સ્ટાર્સની વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. ફાઇનલ મેચ બ્રાયન લારા સ્ટેડિયમ ત્રિનિદાદમાં રમાશે.
એટલે કે, પહેલા જે ટીમ ટાઇમાં સેકન્ડ બેટિંગ કરતી હતી તે જ સુપર ઓવરમાં પહેલી બેટિંગ કરતી હતી. હવે આની શરૂઆત સીપીએલથી થઇ છે. જોકે, આગામી સમયમાં આઇપીએલ સહિત અન્ય લીગો પણ આ નિયમને અપનાવશે.
નવી દિલ્હીઃ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ની આઠમી સિઝન 8 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જે ટૂર્નામેન્ટમાં ચાર ચાંદ લગાવી દેશે. પહેલો નિયમ ધીમા ઓવર રેટને લઇને છે, જે મેચોને લેટ લતીફીથી બચાવવાને લઇને છે.