ભારતીય બોલરો સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ઘૂંટણિયે, તૂટ્યો 100 વર્ષનો રેકોર્ડ
ભારતીય બોલરોએ આ શ્રેણીમાં દર પ્રતિ 43 બોલ પર 1 વિકેટ ઝડપી છે. આ પહેલા 1997માં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરોએ ઇંગ્લેન્ડમાં 45ની સ્ટ્રાઇક રેટથી વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ત્રીજા ટેસ્ટમાં પોતાની શાનદાર બોલિંગના જોરે ઇંગ્લેન્ડને માત આપતાર ભારતીય ફાસ્ટ બોલરેનું શાનદાર પ્રદર્શન સાઉથેમ્પ્ટનમાં પણ જારી છે. ચોથા ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય બોલરેએ લંચ સુધીમાં ઇંગ્લેન્ડની અડધી ટીમને પેવેલિયન ભેગી કરી દીધી હતી. નોંધનીય છે કે, ભારતીય ફાસ બોલરોએ ઇંગ્લેન્ડને એટલી શાનદાર બોલિંગ કરી કે વિતેલા 100 વર્ષને રેકોર્ડ તૂટી ગયો છે.
છેલ્લા 100 વર્ષોમાં ઇંગ્લેન્ડની ધરતી ઉપર કોઈ ટીમના ફાસ્ટ બોલરોએ આટલું શાનદાર પ્રદર્શન કર્યું નથી. ભારતીય ફાસ્ટ બોલરોએ વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં 42 વિકેટ ઝડપી છે. શ્રેણીમાં ભારતીય બોલરોની સ્ટ્રાઇક રેટ 43ની છે. જે છેલ્લા 100 વર્ષમાં ઇંગ્લેન્ડની ધરતી ઉપર કોઈપણ ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
નોંધનીય છે કે, આ શ્રેણીમાં ઇંગ્લેન્ડના ટોપ-4 બેટ્સમેનોની એવરેજ કુલ 17.70ની રહી છે. છેલ્લા 80 વર્ષમાં ઇંગ્લેન્ડના ટોપ-4 બેટ્સમેનોનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ટેસ્ટ શ્રેણીમાં કુક 16.16ની એવરેજથી રન બનાવી રહ્યો છે. જેનિંગ્સની એવેરજ ફક્ત 15.66ની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -