અજય જાડેજાએ ક્રિકેબઝના શોમાં કહ્યું કે મેન ઓફ ધ મેચના હકદાર રવીન્દ્ર જાડેજા હતા. તેમણે કહ્યું, ‘જ્યારે વિરોધી ટીમ 132 રન જ બનાવી શકી હોય ત્યારે બોલરને જ મેન ઓફ ધ મેચ મળવો જોઈએ. મેચમાં તો તેમણે જ જીત અપાવી. કેએલ રાહુલ અણનમ રહ્યો એટલા માટે કદાચ તેની તરફેણમાં નિર્ણય લીધો હોય.’
સેહવાગે પણ અજય જાડેજાના વિચાર સાથે સહમતિ દર્શાવી હતી. તેણે કહ્યું કે, ‘હું તેની સાથે સમહત છું કે બોલરને મેન ઓફ ધ મેચ મળવો જોઈતો હતો. કોઈ ટીમને 130 અથવા 140 પર રોકવામાં આવે તો બોલરેએ સારું પ્રદર્શન કર્યું છે.’
નોંધનીય છે કે, ઇડન ગાર્ડન મેચમાં જાડેજાએ 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડના નાના મેદાન પર જાડેજાની ઈકોનોમી રેટ માત્ર 4.5 રહી હતી. જાડેજાએ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમની વિકેટ લીધી હતી. તેના કારણે જ ન્યૂઝીલેન્ડની ટીમ મોટો સ્કોર ન કરી શકી. જાડેજા ઉપરાંત જસપ્રીત બુમરાહે પણ શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં માત્ર 21 રન આપીને એક વિકેટ ઝડપી હતી.