નવી દિલ્હીઃ દુબઇમાં રહેનારા ભારતીય મૂળના અને મૂળ ગુજરાતી ક્રિકેટર હર્ષિત શેઠે ગજબ કરી દીધુ છે. UAEમાં રમાયેલી એક T20 મેચ દરમિયાન હર્ષિત શેઠે એક જ ઓવરમાં બે હેટ્રિક લેવાનો અજૂબો કરી દેખાડ્યો છે. એટલે કે ઓવરના બધા જ બૉલ પર છએ છે બૉલમાં વિકેટ લીધી. હર્ષિત શેઠના પ્રદર્શનના કારણે ટીમે સામે વાળી પાકિસ્તાની ટીમને માત્ર 44 રન પર જ ઓલઆઉટ કરી દીધી હતી.
UAEમાં રમાયેલી અંડર-19 કારવાં ગ્લૉબલ T20 લીગ દરમિયાન હર્ષિત શેઠએ આ કારનામુ પાકિસ્તાનની હૈદરાબાદ હૉક્સ એકેડેમી ટીમ વિરુદ્ધ કર્યુ. આ મેચમાં હર્ષિત શેઠે કુલ મળીને આઠ વિકેટો ઝડપી હતી. માત્ર ચાર ઓવરની પોતાની બૉલિંગમાં આઠ વિકેટ લેવી, એ પણ એક કમાલનુ પરાક્રમ છે. આ કારનામા વિશે સપોર્ટ ક્રિકેટમાં વાત કરતા હર્ષિત શેઠે ઘણુબધુ કહ્યું હતુ.
આવી અનોખી સિદ્ધિ હાંસલ કર્યા બાદ ગુજરાતી મૂળના ક્રિકેટર હર્ષિત શેઠે કહ્યું કે હંમેશા ખેલાડી લાલચી હોય છે, પરંતુ મારા દિમાગમાં એવુ કંઇજ ન હતુ ચાલી રહ્યું, અને તે માત્ર પોતાની લાઇન પકડી રાખીને બૉલિંગ કરવા માંગતો હતો. હર્ષિત શેઠની લાઇન અને લેન્થનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, તેની આઠ વિકેટોમાં ચાર વિકેટો તો ક્લિન બૉલ્ડના રૂપમાં આવી છે. આ ઉપરાંત ત્રણ વિકેટો એલબીડબ્યૂના રૂપમાં આવી છે. એટલે કે આઠમાંથી સાત વિકેટોમાં તો બૉલ સ્ટમ્પમાં જઇ રહ્યો હતો.
આ પણ વાંચો