Dua Lipa In World Cup 2023 Final: ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ત્યારથી ભારતીય ક્રિકેટ ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ જે ભારતીયોને ક્રિકેટમાં એટલો રસ નથી તેઓ પણ આ દિવસની રાહ જોવા લાગ્યા છે. વાસ્તવમાં વર્લ્ડકપ ફાઇનલની ક્લોઝિંગ સેરેમનીમાં બ્રિટિશ સિંગર Dua Lipa પરફોર્મ કરવા આવી રહી છે. Dua Lipaના  ભારતમાં આવવાની જાહેરાત બાદથી તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે. તેની એન્ટ્રીથી વર્લ્ડ કપ 2023નો રોમાંચ વધી ગયો છે.


Dua Lipa માત્ર 28 વર્ષની છે પરંતુ દુનિયાભરમાં તેના ફેન ફોલોઈંગ છે. તેણીએ મોટી ફૂટબોલ ટુર્નામેન્ટના ઉદ્ધાટન સમારોહમાં પરફોર્મ કર્યું છે. આ પહેલીવાર હશે જ્યારે તે ક્રિકેટ ઈવેન્ટમાં પરફોર્મ કરશે.


14 વર્ષની ઉંમરે તે યુટ્યુબ પર સિંગિંગ વીડિયો પોસ્ટ કરતી


Dua Lipa અલ્બેનિયન મૂળની બ્રિટિશ સિંગર છે. તેણે મોડલિંગ પણ કર્યું છે અને પોતાના ગીતો પણ લખ્યા છે. લોકો માત્ર તેના અવાજની પ્રશંસા કરે છે એટલું જ નહીં, તેણી તેની સુંદરતા અને શૈલીથી પણ લોકોને ઘાયલ કરે છે. તેણે ખૂબ જ નાની ઉંમરે સંગીતની કારકિર્દી શરૂ કરી હતી. 14 વર્ષની ઉંમરે તે યુટ્યુબ પર ગીતો ગાતી અને અપલોડ કરતી હતી. વર્ષ 2015 માં તેને પ્રથમ મોટી ઓફર મળી. તેને વોર્નર મ્યુઝિક ગ્રુપે સાઈન કરી હતી.  આ પછી તેણે પાછળ વળીને ક્યારેય જોયું નથી.


ડિસેમ્બર 2016માં જ ફેડર મેગેઝીને તેના પર એક ડોક્યુમેન્ટ્રી બહાર પાડી હતી. જાન્યુઆરી 2017માં તે EBBA પીપલ્સ ચોઈસ એવોર્ડ જીતવામાં સફળ રહી. 2017માં રિલીઝ થયેલા તેમના સાત ગીતોના આલ્બમે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી હતી. વર્ષ 2018માં તેને બે બ્રિટ એવોર્ડ પણ મળ્યા હતા. તેને બ્રિટિશ ફીમેલ સોલો સિંગર અને બ્રિટિશ બ્રેકથ્રુ એક્ટ કેટેગરીમાં આ એવોર્ડ મળ્યો હતો.


આટલી નાની ઉંમરે Dua Lipaની સફળતા માત્ર તેની સખત મહેનત અને સમર્પણને કારણે નથી, પરંતુ તેની સાથે જ ખૂબ જ નાની ઉંમરે તેના લક્ષ્યોને સ્પષ્ટ કરવા તે તેના મહાન ઊંચાઈઓ પર પહોંચવાનું મુખ્ય કારણ બની ગયું છે. માત્ર 15 વર્ષની ઉંમરે તે સિંગર બનવાની ઇચ્છા સાથે અલ્બેનિયાના કોસોવાથી લંડન આવી હતી. પોતાનું ધ્યેય હાંસલ કરવા માટે તેને જે કંઈ કરવું હતું તે તેણે કર્યું. લંડન આવતાની સાથે જ તેણે પહેલા મોડલિંગ શરૂ કર્યું અને પછી ધીમે ધીમે તેના સૌથી મોટા ટાર્ગેટ તરફ આગળ વધી હતી.