Chinnaswamy Stadium Bengaluru: આઈપીએલ 2025નો ખિતાબ જીત્યા બાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ અમદાવાદથી બેંગ્લોર પહોંચવાની હતી અને ટ્રોફી સાથે રોડ શો કરવાની હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે RCBની પરેડ રદ કરવામાં આવી છે. પરંતુ RCB ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજયની ઉજવણી કરશે, જેના માટે ટીમ બેંગ્લોર પહોંચી ગઈ છે અને બેંગલુરુના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે વિરાટ કોહલી સહિત સમગ્ર RCBનું સ્વાગત કર્યું છે. એટલું જ નહીં, મેદાનની બહાર હજારોની ભીડ એકઠી થઈ ગઈ છે.
આ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગેટ પર થયેલી ભાગદોડમાં 7લોકોના મોત થયા હોવાની આશંકા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમની એક ઝલક જોવા માટે ચાહકો એકઠા થયા હતા. તમામ ઘાયલો અને મૃતકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
કર્ણાટક વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં ચાહકો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમને જોવા માટે વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા છે. ટીમ થોડીવારમાં વિધાનસભા પહોંચશે, જ્યાં કર્ણાટક સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન દ્વારા ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે RCB ખેલાડીઓ માટે એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સભા પછી, RCB ટીમ સ્ટેડિયમ માટે રવાના થશે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની દિવાલો પર ચાહકો ચઢી ગયા
આરસીબીના ચાહકો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની દિવાલો અને વાડ પર ચઢી ગયા છે. પોલીસ તેમને શાંતિ જાળવવા માટે સતત અપીલ કરી રહી છે. કોહલીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા છે.
મંગળવારે એક દિવસ પહેલા RCB એ IPL માં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું હતું. ટીમે પંજાબ કિંગ્સ (PBKS) ને 6 રનથી હરાવ્યું હતું. આ સાથે, IPL ને 18મી સીઝનમાં 8મો ચેમ્પિયન મળ્યો.
ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લોકોની ભીડબેંગ્લોરના લોકો તેમની ટીમ સાથે પ્રથમ IPL ટ્રોફી જીતવાની ઉજવણી કરવા માંગે છે. દરેક વ્યક્તિ વિરાટ સાથે ટીમના તમામ ખેલાડીઓની એક ઝલક જોવા માંગે છે. આ સાથે, લોકો આ સાંજની પણ રાહ જોઈ રહ્યા છે. આ માટે, RCB ચાહકો મોટી સંખ્યામાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે, જ્યાં વિજેતા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમની બહાર, લોકો RCB-RCB ના નારા લગાવી રહ્યા છે.