Mehidy Hasan and Mustafizur create History: બાંગ્લાદેશે મીરપુર વનડેમાં ટીમ ઇન્ડિયાને હરાવીને સીરીઝની પ્રથમ વનડે પોતાના નામે કરી લીધી. આ રીતે બાંગ્લાદેશની ટીમ 3 વનડે મેચોની સીરીઝમાં 1-0 થી આગળ થઇ ગઇ છે. બન્ને ટીમોની વચ્ચે આ મેચ ખુબ રોમાંચક બની અને અંતે યજમાન ટીમે આ મેચને 1 વિકેટથી જીતી લીધી હતી. 


આ મેચમાં મેહદી હસન મિરાજ હીરો બન્યો હતો, વળી તેની સાથે છેલ્લી વિકેટ તરીકે બેટિંગ કરવા ઉતરેલા મુસ્તિફિઝૂરે પણ તેનો ખુબ સાથ આપ્યો અને ટીમને આ મેચ જીતાડી હતી. 


મેહદી અને મુસ્તાફિજૂરે રચ્યો ઇતિહાસ  -
બાંગ્લાદેશ માટે મેહદી હસન મિરાજ અને મુસ્તાફિજૂરે ઇતિહાસ રચતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છો. ખરેખરમાં, પહેલી વનડેમાં બન્નેએ મળીને ભારત વિરુદ્ધ 10માં વિકેટ માટે 51 રનોની મેચ જીતાઉ પાર્ટનરશીપ કરી હીતી. આ બાંગ્લાદેશ તરફથી અને વનડેમાં ભારત વિરુદ્ધ 10 વિકેટની સૌથી મોટી પાર્ટનરશીપ હતી, આ પહેલા વર્ષ 2003માં બાંગ્લાદશે વનડેમાં ભારત વિરુદ્ધ 10મી વિકેટ માટે 25 રનની પાર્ટનરશીપ નિભાવી હતી. 






આ મેચમાં મેહદી હસને 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 39 બૉલમાં 38 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મુસ્તાફિઝૂર રહેમાને 2 ચોગ્ગા સાથે 11 બૉલમાં 10 રનની ઇનિંગ રમી હતી. ભારતે આપેલા 187 રનના ટાર્ગેટને બાંગ્લાદેશની ટીમે 46 ઓવરમાં 9 વિકેટના નુકશાને હાંસલ કરી લીધી હતો. બાંગ્લાદેશની ટીમ આ સીરીઝમાં 1-0થી લીડ બનાવી ચૂકી છે.