નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે દેશમાં ક્રિકેટને પાટા પર લાવવાની કોશિશો પુરજોશમાં શરૂ કરી દીધી છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સીરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી થવા જઇ રહી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સંકેત આપ્યા છે કે ઓગસ્ટમાં કાઉન્ટી ક્રિકેટની પણ વાપસી થશે. પણ તે પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.
રિપોર્ટ પ્રમાણે, માર્ચમાં લૉકડાઉન લાગુ પડ્યુ તે પહેલા કાઉન્ટી ટીમોમાં કોરોના વાયરસના 17 પૉઝિટીવ કેસ સામે આવ્યા હતા.
ડેલી મેઇલના રિપોર્ટ પ્રમાણે, 13 ખેલાડીઓ અને ચાર સપોર્ટ સ્ટાફને કોરોના ટેસ્ટ પૉઝિટીવ નીકળ્યો હતો. જોકે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખેલાડી ટ્રેનિંગ દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, પણ તેનો સોર્સ કોઇ બહારનો હતો.
જોકે, હવે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના 700થી વધુ ટેસ્ટ કર્યા છે, અને તેમના બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એ પછી 1 ઓગસ્ટથી કાઉન્ટી ક્રિકેટની વાપસીના આસાર વધી ગયા છે. ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઇયાન બૉથમનુ માનવુ છે કે ઇંગ્લેન્ડમાં તમામ રમતોની વાપસી બહુ જલ્દી થશે.
ઇંગ્લેન્ડની સાથે ત્રણ મેચોની સીરીઝ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ એક મહિના પહેલા જ મહેમાન ટીમની ધરતી પર પહોંચી ગઇ હતી. 14 દિવસ ક્વૉરન્ટાઇનમાં રહ્યાં બાદ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓએ 23 જૂનથી મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. 8 જુલાઇથી બન્ને દેશો વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાશે.
લૉકડાઉન પહેલા જ ક્રિકેટમાં આ જગ્યાએથી મળ્યા હતા કોરોનાના 17 પૉઝિટીવ કેસ, હવે થયો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jul 2020 12:29 PM (IST)
રિપોર્ટ પ્રમાણે, માર્ચમાં લૉકડાઉન લાગુ પડ્યુ તે પહેલા કાઉન્ટી ટીમોમાં કોરોના વાયરસના 17 પૉઝિટીવ કેસ સામે આવ્યા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -