India Playing 11 Today vs Zimbabwe:  ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ તેમની પ્લેઈંગ ઈલેવનમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. વોશિંગ્ટન સુંદરના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે   રિંકુ સિંહી જગ્યાએ સંજુ સેમસનની ટીમમાં એન્ટ્રી થઈ છે. 

ભારતની પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.

ઝિમ્બાબ્વેની પ્લેઈંગ ઈલેવન

તદીવાનાશે મારુમની (વિકેટકીપર), બ્રાયન બેનેટ, ડીયોન માયર્સ, રયાન બર્લ, સિકંદર રઝા (કેપ્ટન), ટોની મુનયોંગા, તાશિંગા મુસેકિવા, બ્રેડ ઇવાંસ, ટીનોટેન્ડા માપોસા, બ્લેસિંગ મુઝારાબાની, રિચર્ડ નગરવા. 

ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  ભારતે ભારતીય ટીમમાં બે ફેરફાર કર્યા છે.  રિંકુ સિંહની જગ્યાએ સંજુ સેમસનનો સમાવેશ થયો. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ વાઇસ-કેપ્ટન અક્ષર પટેલનો સમાવેશ થયો. ઝિમ્બાબ્વેએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો છે. 

લાઈવ મેચ ક્યાં જોવી?

જો તમે આ મહત્વપૂર્ણ મેચનો લાઈવ આનંદ માણવા માંગતા હો, તો તે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર ટીવી પર જોઈ શકાય છે. ડિજિટલ પ્લેટફોર્મ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. દર્શકો લાઈવ સ્કોર અને મેચના તમામ અપડેટ્સ અહીં ફોલો કરી શકે છે. 

ટીમ ઇન્ડિયાએ ટુર્નામેન્ટમાં પાછા ફરવા માટે ઝિમ્બાબ્વે સામે કોઈપણ કિંમતે જીત મેળવવી પડશે. બીજી તરફ, ઝિમ્બાબ્વેને તેની પાછલી મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને તે જીત સાથે પાછા ફરવાનો પ્રયાસ પણ કરશે. તેથી, આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે દરેક મેચ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની દોડમાં રહેવા માટે કરો યા મરોની લડાઈ બની ગઈ છે. તાજેતરમાં, ભારતને દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમનો વિજય ક્રમ સમાપ્ત થયો હતો.