India future Under-19 Cricket stars: યુવરાજ સિંહ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને ઈશાન કિશન એવા કેટલાક નામ છે જેમણે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરીને ભારતીય રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. શુભમન ગિલ 2018માં યોજાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ચમક્યો હતો અને પછીના વર્લ્ડ કપમાં યશસ્વી જયસ્વાલે માત્ર 6 મેચમાં 400 રન બનાવીને ક્રિકેટ જગતમાં પોતાનું નામ રોશન કર્યું હતું. અહીં જાણો ગિલ અને જયસ્વાલ પછી અંડર-19 લેવલના એવા સ્ટાર ખેલાડીઓ કોણ છે જે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે છે.               


1. મુશીર ખાન          
મુશીર ખાન સરફરાઝ ખાનનો નાનો ભાઈ છે અને તે માત્ર 19 વર્ષનો છે. તેણે 2024માં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં રમાયેલી 7 મેચમાં બે સદી સહિત 360 રન બનાવ્યા હતા. તાજેતરમાં, તેણે દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા B તરફથી રમતી વખતે 181 રનની ઈનિંગ રમીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તેની 9 મેચની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં તેણે 51.14ની એવરેજથી 716 રન બનાવ્યા છે.               


2. ઉદય સહારન        
ઉદહ સહારન તેની આક્રમક બેટિંગ શૈલી માટે પ્રખ્યાત છે. તેણે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં ભારતની કેપ્ટનશીપ કરી અને ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું. તે આ વર્ષના વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 7 મેચમાં ત્રણ અડધી સદી અને એક સદી સહિત 397 રન બનાવ્યા હતા. તે વર્લ્ડ કપ પછી ઘરેલુ ક્રિકેટમાં રમતા જોવા મળ્યો નથી, પરંતુ તેનામાં ટોચનો ક્રિકેટર બનવાની ક્ષમતા છે.               


3. સૌમ્યા પાંડે     
ભારતીય ક્રિકેટમાં માત્ર બેટ્સમેન જ નહીં બોલર પણ ઉભરી આવ્યા છે. તે જ વર્ષે, લેફ્ટ આર્મ ઓફ સ્પિન બોલિંગ કરનાર સૌમ્યા પાંડેએ અંડર-19 વર્લ્ડ કપમાં 7 મેચ રમીને 18 વિકેટ ઝડપી હતી. તેણે વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામેની મહત્વની મેચમાં 4 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.                     


આ પણ વાંચો : IND vs NZ: વોશિંગ્ટનના વાવાઝોડા સામે ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ઘૂટણીયે, પ્રથમ ઈનિંગમાં 259 રનમાં ઓલઆઉટ,સુંદરની 7 વિકેટ