India T20 squad 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 20 ડિસેમ્બરે T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup 2026) માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાતે સૌને ચોંકાવી દીધા છે કારણ કે ઉપ-કપ્તાન શુભમન ગિલ (Shubman Gill) સહિત 5 દિગ્ગજ ખેલાડીઓને ટીમમાંથી પડતા મુકવામાં આવ્યા છે. ગિલ ઉપરાંત ઋષભ પંત અને મોહમ્મદ સિરાજ જેવા સ્ટાર્સ પણ વર્લ્ડ કપની બસ ચૂકી ગયા છે. ચાલો જાણીએ કયા 5 મોટા ખેલાડીઓ બહાર થયા છે અને કોને મળી છે તક.

Continues below advertisement

આગામી વર્લ્ડ કપ માટે પસંદગીકારોએ કેટલાક આકરા નિર્ણયો લીધા છે. સૌથી મોટું આશ્ચર્ય શુભમન ગિલની બાદબાકી છે. ગિલ છેલ્લા 2-3 મહિનાથી ભારતીય ટીમ (Indian Team) ના વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી રહ્યો હતો, છતાં તેને મુખ્ય ટૂર્નામેન્ટમાંથી જ બાકાત રાખવામાં આવ્યો છે. તેની ગેરહાજરીમાં હવે અક્ષર પટેલને ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે.

આ 5 મોટા સ્ટાર્સ વર્લ્ડ કપ મિસ કરશે:

Continues below advertisement

  1. શુભમન ગિલ (Shubman Gill): ઓગસ્ટ 2025 થી ટીમમાં વાઈસ કેપ્ટન હોવા છતાં ગિલને પડતો મુકાયો છે. તેનું કારણ તેનું કથળતું ફોર્મ માનવામાં આવે છે. આંકડા મુજબ, તેણે આ વર્ષે T20 ફોર્મેટમાં એક પણ અડધી સદી (Half Century) ફટકારી નથી, જે તેની બાદબાકીનું મુખ્ય કારણ બન્યું છે.
  2. ઋષભ પંત (Rishabh Pant): ટેસ્ટ ક્રિકેટમાં વાઈસ કેપ્ટન હોવા છતાં, પંત T20 ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. પસંદગીકારોએ વિકેટકીપર તરીકે સંજુ સેમસન (Sanju Samson) અને ઈશાન કિશન પર ભરોસો મૂક્યો છે.
  3. મોહમ્મદ સિરાજ (Mohammed Siraj): સ્ટાર બોલર સિરાજે જાન્યુઆરી 2025 પછી ભારત માટે કોઈ T20 મેચ રમી નથી. તેની જગ્યાએ યુવા બોલર હર્ષિત રાણાને તક આપવામાં આવી છે. પેસ એટેકમાં બુમરાહ, અર્શદીપ અને રાણાની ત્રિપુટી જોવા મળશે.
  4. યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal): 2024 ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા જયસ્વાલને બહાર રાખવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. તેનો 164.31 નો સ્ટ્રાઈક રેટ હોવા છતાં, ઓપનિંગ સ્લોટમાં જગ્યા ન હોવાને કારણે તેને સ્થાન મળ્યું નથી.
  5. જીતેશ શર્મા (Jitesh Sharma): દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં વિકેટકીપિંગ કરનાર જીતેશ શર્માને પણ ડ્રોપ કરવામાં આવ્યો છે. તેના સ્થાને ઈશાન કિશન (Ishan Kishan) ની વાપસી થઈ છે.

T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમ (Team India Squad): સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (Hardik Pandya), શિવમ દુબે, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર.