નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ એક જુની તસવીર ટ્વીટર પર શેર કરી છે, જે જબરદસ્ત વાયરલ થઇ રહી છે, આ થ્રૉ બેક તસવીર દિલ્હીની ટીમની છે જે વિજય હજારે ટ્રૉફી દરમિયાન ખેંચવામાં આવી હતી. આ તસવીરમાં ટીમ ઇન્ડિયાના કેટલાય સ્ટાર ખેલાડીઓ દેખાઇ રહ્યાં છે.

આ તસવીરમાં હાલની ટીમના કેપ્ટન વિરાટ કોહલી, સ્ટાર બેટ્સમેન શિખર ધવન અને રિટાયર થઇ ચૂકેલો ફાસ્ટ બૉલર આશિષ નેહરા પણ દેખાઇ રહ્યો છે. આ તસવીરને શેર કરતાં આકાશ ચોપડાએ લખ્યું- તમે કોણે કોણે ઓળખી શકો છો.



કેટલાક ફેન્સે તમામ ક્રિકેટરોને ઓળખવાની કોશિશ કરતા કૉમેન્ટમાં નામ લખ્યા. એક યૂઝરે લખ્યું- આકાશ ચોપડા, શિખર ધવન, મિઠુ મન્હાસ, વિરાટ કોહલી, પ્રદીપ સાંગવાન, વિજય દહિયા, રજત ભાટિયા, આશિષ નેહરા.

નોંધનીય છે કે હાલ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે ચારે ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે, આ સીરીઝની ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ ટેસ્ટ આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવવાની છે. મોટેરા દુનિયાનુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે.